સાજીદ- વાજીદની જોડી તૂટી : ‘જન્નત નશિન’ બોલીવુટ સ્ટારે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

સાજીદ- વાજીદની જોડી તૂટી : કિડનીની બીમારીથી પીડાતા વાજીદ ૪ર વર્ષે ‘જન્નત નશિન’

મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રખ્યાત છે. ત્યારે ઘણા એકટરો ડીરેટકરો અને મ્યુઝીકલ કંપોઝર સીંગરો અત્યારે સુધીમાં મુંબઇએ આપ્યા છે. તેમાના ઘણાએ નાની ઉમંરે ઘણી મોટી નામના મેળવી છે.

ત્યારે મ્યુઝીક ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ મ્યુઝીક કંપોઝર સાજીદ-વાજીદ જોડી માંથી વાજીદ ખાનનું ૪ર વર્ષની વયે મુત્યુ નિપજયું છે.

મુંબઇ મ્યુઝીક ઇન્ડસ્ટીની ખ્યાતનામ જોડી એવી સાજીદ-વાજીદ કે જેમણે હિન્દી ફિલ્મોમાં ઘણા ગીતોનું કંપોઝીસન કર્યુ છે.  જેમનું કંપોઝીશન સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતનામ છે. એવી સાજીદ- વાજીદની જોડી આખરે તુટી ગઇ વાજીદ ખાનનું ૪ર વર્ષની વયે કિડનીની બીમારીથી પીડાતા અંતે મૃત્યુ થયું હતું. વાજીદ ખાનના મૃત્યુના સમાચાર સાંભળી બોલીવુડમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ ઘણા સેલીબીટીઓએ ટવીટર પર ટવીટ કરી ને શોક વ્યકત કર્યો હતો.

સાજીદ-વાજીદની જોડી દ્વારા ‘હમ તુમ્હારે દે સનમ’ફીલ્મથી લઇ સલમાનખાનની વીર, દબંગ, એકથા ટાઇગર જેવા અનેક ફિલ્મોમાં ગીતોને કંપોઝીસન આપેલ છે. તેમજ ‘સાજીવ-વાજીદ’ દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજ એકટરોની ફિલ્મોમાં ગીતો આપ્યા છે. તેમજ ખ્યાતનામ હિન્દી સીંગરો સાથે તેમણે કામ કર્યુ છે.

સાજીદ-વાજીદની જોડી સમગ્ર બોલીવુડમાં ખ્યાતનામ છે. એકના નામની સાથે બીજાનું નામ હંમેશા સાથે જ હોય છે. વાજીદ ખાનનું કિડનની બિમારીથી ૪ર વર્ષની વયે મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. સાથે સાથે સમગ્ર મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ પણ છે. વાજીદ ખાનના એકા એક મૃત્યુના સમાચાર મળતા વાજીદ ખાનના ફેન ફોલોવમાં પણ શોક જોવા મળી છે. તેમજ લોકો સોશ્યલ મીડીયામાં શ્રઘ્ધાંજલી આપી રહ્યા છે.વાજિદના નિધનના સમાચાર મળતાં જ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો શરૂ થયો છે.

  • પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. 

  • બિપાશા બાસુએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે ઇશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ખૂબ જ મોટું નુકસાન.

જાણીતાં ગાયક મિકા સિંહે પણ ટ્વીટ કરીને લખ્યું છે ખૂબ જ દુઃખદ સમાચાર. તેમણે ઘણા હિટ્સ આપ્યા છે મારા મોટા ભાઈ વાજિદ ખાન. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. હું તમને ખૂબ જ મિસ કરીશ, તમારું સંગીત હંમેશાં યાદ રહેશે.

Loading...