Abtak Media Google News

ચાલને જીવી લઇએ કાર્યક્રમ મનોરંજન સાથે માહિતી મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ચાલને જીવી લઇએના પ૦ એપીસોડ એટલે ગોલ્ડન જયુબેલીની ગઇકાલે સાંઇરામ દવે સાથે ઉજવણી કરી અત્યારે સુધી આપનો પ્રેમ અને સહયોગ મળ્યો હોવાથી અમે હજુ પણ આપના માટે નવા નવા કલાકારો સાથેના કાર્યક્રમો લાવી રહ્યા છીએ.

Devayat Khavad

ખાસ તો આ કાર્યક્રમમાં લોકગીતો, હસાયરો, હિન્દી ફિલ્મી ગીતો, ભજન સંતવાણીને આપણે માણ્યા છે. ત્યારે આજે સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ મોજ કરાવશે. સામાન્ય રીતે દેવાયત ખવડના ડાયરાઓમાં લોકો ઉમટી પડતા હોય છે અને તેમની રજુઆત જેવી કે રાણો રાણાની રીતે ખુબ જ પ્રચલીત છે. આ ઉપરાંત યુવા વર્ગ તેમને સાંભળવાનું પસંદ કરે છે. કારણ કે દેવાયતભાઇ શુરવીરતા અને ખાનદાની વાત કરે છે. ત્યારે ખાસ આજે રાત્રે ૮ કલાકે સૌ કોઇ એ સાથે મળી આજના કાર્યક્રમ ચાલને જીવી લઇએને માણવા માટે બેસવાનું છે આ ઉપરાંત અબતક આયોજીત અબતક સુરભી રાસોત્સવ ૨૦૧૯માં પણ દેવાયતભાઇએ ખલૈયાઓને મોજ કરાવી છે.

2 7 1 1

આ ઉપરાંત આજે દેવાયતભાઇ સદી તરફ આગળ લઇ જશે. ત્યારે ચાલને જીવી લઇને લોકપ્રિય બનાવવા માટે અબતકની સમગ્ર ટીમની મહેનત રંગ લાવી છે. અને હજુ આગળ અમે આમ જ આપના માટે નિત્ય નવા નવા કલાકારો સાથે નવા નવા એપીસોડ લાવીશું. અત્યાર સુધી આ શો ને  હિટ બનાવવા માટે અમે આપ દર્શકોના પણ આભારી છીએ. હજુ પણ આવાજ પ્રેમ અને પ્રતિશાદ સાથે અમારી સાથે જોડાયા રહેશો. અમે પણ નિત્ય નવુ પીરસીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.