Abtak Media Google News

સાસણ ગીર સ્થિત વિશાળ ગ્રીનવૂડ રીસોર્ટ ખાતે સ્વામીનારાયણ ધર્મના વડતાલ સંપ્રદાયના ૩૦૦ સંતોના ઉતારા

સ્વામીનારાયણ સંતમિશન શિબિરનું આયોજન: તા.૧૪મી નવેમ્બરે સમાપન

સાસણ-ગીરનું જયારે નામ આવે ત્યારે સૌ પ્રથમ વિચાર આવે કે સાસણ-ગીર એટલે સિંહને જોવા માટેનું સ્થળ પરંતુ સાસણ ખાતે આવેલા વિશાલ ગ્રીનવુડ રિસોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ૩૦૦ જેટલા સંતોએ એક સાથે ઉતારો લીધો છે. સ્વામિનારાયણ ધર્મના વડતાલ સંપ્રદાયના ૩૦૦ જેટલા સંતો અને મહંતોએ કુલ ૭ દિવસ માટે સાસણ ખાતે આવેલા વિશાલ ગ્રીનવુડ રિસોર્ટમાં ઉતારો લીધો છે. આ રિસોર્ટ ખાતે સંતોએ ઉતારો લઈને ‘શ્રી સ્વામિનારાયણ સંતમિશન શિબીર’નું આયોજન કરાયું છે.સંતો મોટાભાગે તેમના કાર્યક્રમો મંદિરો ખાતે યોજાતા હોય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાના કાર્યક્રમનું આયોજન રિસોર્ટ ખાતે કર્યું છે તે આશ્ર્ચર્ય પમાડે તેવી વાત છે. આ વિશે સંતોને પુછતાં તેમણે ટુંકમાં જણાવતા કહ્યું હતુ કે, માનવીનાં મનનાં ભાવોમાં સૌથી અગત્યનું ભાવ પ્રેમ છે. અને અમને પ્રેમ ભાવ દેખાયો એટલે અમે આ સ્થળે ઉતારો લીધો છે. સંતોએ વધુમાં એવું પણ જણાવ્યું હતુ કે દર વર્ષે આ શિબિરનું આયોજન તેમના મઢ ખાતે કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે શિબીરનું આયોજન વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે કરાયું છે.આ વિશે વિશાલ ગ્રીનવુડ રિસોર્ટના મેનેજીંગ ડિરેકટર બળવંતભાઈ ધામીએ ‘અબતક મીડીયા’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ૩૦૦ જેટલા સંતો અમારે આંગણે પધાર્યા છે ત્યારે મને કેવું લાગી રહ્યું છે. તે શબ્દોમાં વર્ણવું અશકય છે. તેઓએ વિગતવાર જણાવતા કહ્યું હતુકે સ્વામિનારાયણ ધર્મના વડતાલ સંપ્રદાયના સંતો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ સંતમિશન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગત તા. ૭ નવેમ્બરના રોજથી તા.૧૪ નવેમ્બર સુધી ચાલવાનું છે. આ શિબીરમાં વડીલ સંતો અને આચાર્યો દ્વારા યુવા સંતોને બોધપાઠ અપાય છે. આ બોઠપાઠમાં સાધુનું જીવન કેવું હોવું જોઈએ તે બાબતે જ્ઞાન અપાય છે. તે સિવાય આ શિબિરમાં કથા, ગોષ્ઠી અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.આ ઉપરાંત બળવંતભાઈએ જણાવ્યું હતુ કે સંતોનાં રિસોર્ટ ખાતે આવવાથી અમા‚ રિસોર્ટ પાવન થઈ ગયું છે અને આનો લાભ અહીંયા આવતા મહેમાનોને પણ આગળના દિવસોમાં મળશે જે એક ખૂબ સારી વાત છે. તથા કુલ ૭ દિવસો સુધી ૩૦૦ સંતો આ સ્થળે રોકાવાના છે. સંતોના ઉતારા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતુ કે દર વર્ષે સંતમિશન શિબિરનું આયોજન કરાતુ હોય છે જેમાં ફકત સંતો જ ભાગ લઈ શકે છે તેમાં કોઈપણ હરિભકતોનો સમાવેશ થતો નથી તેમજ આ શિબિરમાં નવયુવાન સાધુઓને બોધપાઠ અને સાધુઓનું જીવન કેવું હોવું જોઈએ તે વિશે જ્ઞાન અપાય છે. આ ઉપરાંત સંતોની દિનચર્યા વિષે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે સવારે ૪ વાગ્યે બધશ જ સંતો જાગી જાય છે. અને ત્યારબાદ તેઓ પ્રથમ ઠાકોરજી ભગવાનની આરતીથી દિવસની શ‚આત કરે છે. ત્યારબાદ ભજન, કિર્તન, કથા, ગોષ્ઠી અને સ્પર્ધાઓથી ભરેલી તેમની દિનચર્યા હોય છે.અબતક મીડીયા સાથેની ખાસ વાતચીતમાં કુંડળધામનાં સ્વામી સંતશ્રી ‚સ્તમબા સ્વામીએ જણાવ્યું હતુ કે અત્યારે વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ ત્યાં અમારી સંતોની શિબીર ચાલી રહી છે. દર વર્ષે કુલ ૧૩ મંડળોની ટ્રેનીંગ શિબીર યોજાતી હોય છે.આ વર્ષે ૧૧મી સંત શિબીર છે. જે વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે રાખવામા આવી છે. અને રિસોર્ટના માલીક બળવંતભાઈ ધામીએ ૧૦ દિવસ માટે સંતોને સમગ્ર રિસોર્ટ ફાળવ્યો છે. જે બદલ હું તેમનો સર્વેવતી આભાર માનું છું.આ શિબીર પાછળનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે કહેવાય છે કે ‘એક સારો સાધુ સમાજને સુખી કરે છે’ તે મુજબ અહિંયા સાધુઓની ટ્રેનિંગ ગોઠવવામાં આવી છે. જેથી સારો સાધુ સમાજને ઉપયો થઈ શકે. જે અનુસંધાને સાધુના જીવન ઘડતર માટેની આ શિબીર છે.૩૦૦ જેટલા સંતોમાં મુખ્ય સંત શ્રી નિલકંઠદાસ સ્વામીજીએ અબતક મીડીયા સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે સૌથી પહેલા જણાવ્યું હતુ કે આ શિબીરમાં કુલ ૩૦૦ જેટલા સંતોએ ભાગ લીધો છે.કુલ ૭ દિવસ સુધી આ શિબીર ચાલવાની છે. જેમાં વિવિધ પ્રકારનાં કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સવારના ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યક્રમો હોય છે.સંતોના દિનચર્યા વિશે વિશેષમાં જણાવતા કહ્યું હતુ કે સવારે ૪ વાગ્યે બધશ જ સંતો ઉઠી જાય છે. ત્યારબાદ સંતો સ્નાનવિધી કરીને ઠાકોરજીની પૂજાથી પોતાના દિવસની શ‚આત કરે છે. પૂજા બાદ સંતો ઠાકોરજીની આરતી કરે છે. ત્યારબાદ ધૂન, કિર્તન, ધ્યાન, કરવામાં આવે છે. આ તમામ ક્રિયાઓ બાદ સંતોને અડધી કલાક તેમની અન્ય ક્રિયાઓ માટે આપવામાં આવે છે. પછી કથાવાર્તા, જીવન ચરીત્ર, મહાપ્રસાદ, ઠાકોરજીને પ્રસાદ ધરવો જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. બપોરે ૧૨ વાગ્યે સંતો ભોજન લે છે અને થોડીવાર આરામ કરે છે. ત્યારબાદ ફરી એકવાર વિવિધ સ્પર્ધાઓ, હરિફાઈઓનો દોર શ‚ કરવામાં આવે છે. અને તેમાં બધા જ સંતો ભાગ લે છે. ત્યારબાદ ફરીવાર કથા, વાર્તા, ધન, ભજન, ગોષ્ઠી જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. ટુંકમાં સમગ્ર દિવસ સંતો ઠાકોરજીના શરણ અને સેવામાં વિતાવે છે.સંતોની શિબીર મોટાભાગે તેમના મઢ સ્થાન અથવા મંદિરે રાખવામાં આવતી હોય છે. પરંતુ આ શિબીર રિસોર્ટ ખાતે રાખવામાં આવી છે. તે વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે સાચી વાત છે હંમેશા આવી શિબીરો મંદિર ખાતે યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે અમને બળવંતભાઈની લાગણી અને પ્રેમના કારણે રિસોર્ટ ખાતે શિબિરનું આયોજન કરવાની ફરજ પડી છે. તથા ખૂબજ સરસ પ્રાકૃતિક અને રમણીય વાતાવરણ વચ્ચે આ રિસોર્ટ આવેલું છે. અને બધી જ વાતને ધ્યાનમાં લેવાની બળવંતભાઈનો વ્યવહાર અમને ખૂબજ ગમ્યો છે. જેથક્ષ આ સ્થળ અમે પસંદ કર્યું છે.આ શિબિરમાં ૧૩ જેટલા મંડળો જોડાયા છે. તે વિશે તેમરે જણાવતા કહ્યું હતુ કે એક મંડળ એટલે ગૂરૂ અને તેમના શિષ્યો આવા ૧૩ ગૂ‚ઓ તેમના મંડળ સાથે આ શિબીરમા જોડાયા છે. જેમાં વડોદરા, કુંડળધામ, કંડારી, જેતપૂર, અમરેલી, કલાકુંજ-સુરત જેવા કુલ ૧૩ મંડળો શિબીરમાં જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.