Abtak Media Google News

કાપડની થેલીનું પણ વિતરણ કરાયું; સંસ્થાનું સારી કામગીરી બદલ મોમેન્ટો આપી સન્માન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન સામાજીક કાર્યોમાં વર્ષોથી યોગદાન આપતી એક સંસ્થા છે. જેની વિચારધારાનો પ્રાથમિક ઉદેશ્ય સમસ્ત માનવની નિષકામ સેવા કરવાનો છે. વર્ષ ૨૦૧૦માં બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી ત્યારે આજરોજ સંસ્થા દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવાયું જેમાં સતગૂરૂ માતા સુદિસાજી મહારાજના આશિર્વાદ તથા રેલવે મંત્રાલય સાથે વિચાર ઉપરાંત દેશભરમાં ૩૫૦ રેલવે સ્ટેશનોની સાફ સફાઈ કરાઈ હતી. ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. તથા કાપડની થેલીનું વિતરણ કર્યુ હતુ. આ તકે એડીઆરએમ સહિતના લવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સંસ્થાને સારી કામગીરી બદલ મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા.

મિડિયા સાથેની વાતચીત દરમિયાન રાજકોટ રેલવે એડીઆર એમ સતવિરસિંહ યાદવે જણાવ્યું હતુ કે આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ભાગરૂપે અમે લોકો છેલ્લા ૧૧ સપ્ટે.થી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલુ છે. આજરોજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સભ્યો સ્ટેશનની સાફસફાઈ કરવામાં આવી આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અમે લગભગ દસ હજાર કિલો સીંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને રેલવે પ્રિમાઈસીસમાંથી હટાવ્યો હતો. સાત હજાર જેટલા વૃક્ષો ઉગાડયા છે. પેસેન્જરને સીંગલ યુઝ પ્લાસ્ટિ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતુ.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી સ્વચ્છતા જાળવવી જોઈએ: અર્જુનદાસ કેશવાણી

Saint-Nirvana-Cherry-Foundation-Members-Carry-Out-A-Cleanup-Campaign-At-The-Railway-Station
saint-nirvana-cherry-foundation-members-carry-out-a-cleanup-campaign-at-the-railway-station

અબતક સાથેની વાતચીત દરમિયાન અર્જુનદાસ કેશવાણીએ જણાવ્યું હતુ કે આજરોજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે અમારા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ૩૫૦ જેટલા રેલવે સ્ટેશનોનો સાફ સફાઈ કરશે એક લાખ વોલીયન્ટસ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ૨૦૦થી વધુ લોકો દ્વારા સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી છે. આપણી આસપાસ સ્વચ્છતા રાવી જ જોઈએ. સ્વચ્છતા રાખવી એ આપણુ પહેલુ કર્તવ્ય છે. ૧૫૦મી ગાંધીજીની જન્મજયંતિના ઉપલક્ષમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેમાં અમે લોકોએ ભાગ લીધો છે. તેથી અમે ખૂબજ ભાગ્યશાળી છીએ સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા વધુ વૃક્ષો વાવીએ અને આસપાસ સ્વચ્છતા જાળવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.