Abtak Media Google News

આ વાર્ષિકોત્સવમાં બાળકો દ્વારા દેશભકિતનો સંદેશો, વિવિધ થીમો પર ટેલેન્ટ શો, દાદાદાદી સન્માન તથા પૂર્વ વિઘાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે

શિક્ષણમાં સર્જનાત્મક મૂલ્યોઅને સકારાત્મક દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને રાજકોટમાં ૩૧ વર્ષ પહેલા શરુ થયેલ સેન્ટગાર્ગી વિઘા સંકુલ શિક્ષણ ક્ષેત્રમાં બદલાતા નવા આયામોને અવગત કરીને અવરિત પ્રગતિ કરીછે. બાળકોના જીવન ઘડતરની મંઝીલો સર સેન્ટ ગાર્ગી સ્કુલના વિઘાર્થીઓ માટે બુલંદ અને બેફિકર નવ સર્જન વાર્ષિકોત્સવ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. ર૧ ને શુક્રવારે બપોરે ર થી સાંજના ૭ સુધી હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે વાર્ષિકોત્સવ યોજાનારો છે.

આ વાર્ષિકોત્સવને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, ડે.પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ના હસ્તે ખુલ્લોમુકાશે. જાણીતા શિક્ષણા શાસ્ત્રી ગિજુભાઇ ભરાડના અઘ્યક્ષ સ્થાને ઉ૫સ્થિત રહેશ. તેમ  અબતક મીડીયા હાઉસની મુલાકાતે આવેલા પ્રિન્સીપાલ રમાબેન હેરભાએ વિગતો  આપતા જણાવ્યુંહતું કે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, નરેન્દ્રસિંહઠાકુર, મનપાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ વગેરે મહાનુભાવો વિશેષ ઉ૫સ્થિતિ રહેશે.

જયારે મુખ્ય મહેમાનો તરીકે અભયભાઇ ભારદ્વાજ, દેવાંગભાઇ માંડક, જયમીનભાઇ ઠાકર, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, મોહનભાઇ વાડોલીયા, ડો. મનીષભાઇ રાડીયા, દિલીપભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહેલ, કીરીટભાઇપાઠક, માધવ દવે, મીલનભાઇ કોઠારી, પરેશભાઇ પોપટ, કાળુમામા વડેરીયા, દિનેશભાઇ કારીયા, લાલભાઇ પોપટ, ભાગ્યેશભાઇ વોરા, કૌશિક અઢીયા, ધર્મેન્દ્રભાઇ મિરાણી, અતુલભાઇપંડીત, એઝાઝભાઇ બુખારી, જયસુખભાઇ પરમાર, ધૈર્ય પારેુખ, પૂર્વ મેરય રક્ષાબેનબોળીયા, મોહીનીબા જાડેજા, સહીતના આગેવાનો ઉ૫સ્થિત રહેનાર છે.

આ વાર્ષિકોત્સવ અંગેની વિગતોરમાબેને વધુમાં જણાવ્યું હતું કે દેશભકિતનું વાતાવરણ ઉભુ થાય તે માટે વિઘાર્થીઓ ત્રિરંગા લહેરાવીને મહેમાનોનું આવકારશે. ચાઇલ્ડલેબેર, પેરેટન્ટ, વોટર સહીતના થીમો પર બાળકોના ટેલેન્ટ શો યોજાશે. સાથે બાળકોમાં વડીલો પ્રત્યે સન્માનની ભાવના જન્મેતે માટે દાદા-દાદી સન્માન કાર્યક્રમતથા સ્કુલમાં અભ્યાસ કરીને પ્રગતિના સોપાનો સર કરનારા પૂર્વ વિઘાર્થીઓ સન્માન પણ આપ્રસંગે કરવામાં આવનારા છે. આ મુલાકાત વખતે ભાજપના મીડીયા આગેવાન સુરેશભાઇ પરમાર સહીતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.