Abtak Media Google News

પાંચમીથી ભારત-સા.આફિકા વચ્ચે કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટ મેચ

સાઉથ આફ્રિકા ભારતને ફિરકીમાં ફસાવશે. ૫મી જાન્યુઆરીથી સા.આફ્રિકા સામે ભારતની પ્રથમ ટેસ્ટ રમાવાની છે ત્યારે તેમની સ્ટ્રેટેજી સ્પિન એટેક કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં જ અન્ડરટેક કરવાની છે.

ભારતીય બેટધરો વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, ચેતેશ્ર્વર પૂજારા વિગેરે ફાસ્ટ બોલિંગ સામે ફટકાબાજી કરીને રમવા સક્ષમ છે તે સા.આફ્રિકા ભલીભાતી જાણે છે ત્યારે તેમને ફીરકીમાં જ ફસાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

દરમિયાન ભારતીય ટીમને પ્રેકટીસ માટે પણ ‘ગ્રીન ટોપ’ પીચો ન અપાઈ કેપ્ટન કોહલીએ નારાજગી વ્યકત કરી. ગ્રીન ટોપ પીચની માગ કરી છે. ટીમ ઈન્ડિયા કેપટાઉન પહોંચી ગઈ છે. પ્રેકટીસ પણ શ‚ કરી દીધી છે. દરમિયાન નવા નવા પરણેલા ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ સા.આફ્રિકાને સોંઈ ઝાટકીને કહી દીધું છે કે, અમને હળવાશથી લેતા નહીં.

સા.આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ઘરઆંગણે મેચ રમાતી હોય તો ત્યારે કૂકાબૂરા બોલ વપરાતો હોય છે. કદમાં નાનો અને વજનમાં પ્રમાણમાં હળવો હોય છે. ભુવનેશ્ર્વર કુમારને લાગે છે કે કુકાબુરા બોલથી બોલિંગ કરવી તે એક પડકાર છે. અત્યારે પ્રેકટીસમાં આ બોલને સામેલ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.