Abtak Media Google News

રાજકોટ ઇન્દ્રપ્રસ્થ નગરથી જય જય નંદા, જય જય ભદ્રાના જયઘોષ સાથે પાલખીયાત્રા નીકળી

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના સ્વ.પૂ.અનસુયાજી મ.સ.ના પરિવારના પૂ.અમિતાજી મ.સ.રાજકોટ ખાતે તા.૯/૧૦/૨૦૨૦ના સમાધિભાવે કાળ ધમે પામેલ છે.ઉપલેટા નિવાસી પૂણ્યવંત પિતા દલીચંદભાઈ કામદાર અને રત્નકુક્ષિણી માતુશ્રી લાભકુંવરબેનની કૂખે ધમે પ્રેમી કામદાર પરિવારમાં કસાલા  સુદાનમાં અમિતાજીનો જન્મ થયેલ.શૈક્ષણિક અભ્યાસ તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કરેલો.પશ્ચિમી વાયરો,વિલાસી વાતાવરણ, સંસારના અનેક આકષેણો વચ્ચે પરદેશની ભૂમિ ઉપર આત્મા યાદ આવવો કપરો હોય છે.તેઓને જૈન ધમે ખૂબ જ ગમતો.પરદેશમાં જયારે  જયારે સમય મળે ત્યારે તેઓ પૂ.સંત – સતિજીઓ લિખિત ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે.ધાર્મિક સાહિત્ય પઠન કરતાં – કરતાં વૈરાગ્યના ભાવ થયા. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂજ્ય ચંદ્રિકાજી મ.સ.તથા પૂ.અમિતાજી મ.સ.બંને સગા બહેનોએ  રાજકોટની પાવન ભૂમિમાં આવી સંયમ અંગીકાર કર્યો.મોટા સંઘના ઉપક્રમે જૈન બોર્ડીંગની પુણ્ય ભુમિ ઉપર મહા સુદ અગિયારસ, વિ.સં.૨૦૩૩ તા.૩૦/૧/૧૯૭૭ના રોજ સંયમ અંગીકાર કરેલ. દીક્ષા મહોત્સવ તપ ત્યાગ પૂવેક ઉજવાયેલ. બોટાદ સંપ્રદાયના પંડિત રત્ન પૂ.નવીનચંદ્રજી મ.સાહેબે તેઓને દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ.

છેલ્લા થોડા સમયથી અસાધ્ય બિમારીની વચ્ચે પણ તેઓની સમતા અને સહનશીલતા પ્રશંસનીય હતી.રાજકોટ શ્રી ઈન્દ્રપ્રસ્થનગર આરાધના ભવન ખાતે તેઓ બીરાજમાન હતાં. ગઇકાલે સમાધિભાવે નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે કાળ ધમે પામેલ છે. વડીલ ભગીની સાધ્વી રત્ના પૂ.ચંદ્રિકાજી મ.સ.તેઓની અગ્લાન ભાવે વૈયાવચ્ચ કરેલ.સેવાભાવી જયશ્રીબેન શાહ, ધીરુભાઈ વોરા, રજનીભાઈ બાવીસીએ પણ સેવા – વૈયાવચ્ચમાં સહયોગ આપેલ. ચંદ્રકાન્તભાઈ શેઠની સેવા પણ નોંંધનીય રહેલ.દુબઈ સ્થિત પૂ.મહાસતિજીના સંસારી ભાઈ હસમુખભાઈ કામદારની   સેવા નોંધનીય હતી. વતેમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી *સરકારી ગાઈડ લાઈન મુજબ મયોદિત ભાવિકોની  ઉપસ્થિતિ માં આજેે રાજકોટ શ્રી ઈન્દ્રપ્રસ્થનગર ખાતે થી નીકળી જય જય નંદા,જય જય ભદાના જયઘોષ સાથે પાલખી યાત્રા નીકળશે.

Img 20201010 Wa0048

કલકતા ખાતે રવિવારે ગુણાંજલી

પી.એમ. ટ્રસ્ટ નિર્મિત ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ સંચાલિત શ્રી નરભેરામ પાનાચંદ મહેતા જૈન ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી અમિતાજી મ.સ. ૬૮ વર્ષની વયે ૪૩ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. ૯-૧૦-૨૦ ના શુક્રવારે સાંજે ૭.૦૫ કલાકે પૂ. તારાભાઇ મ.સ. ના સાંનિઘ્યે સંથારા સહિત સમાધિ ભાવે કાળધર્મ પામ્યા છે. પાલખીયાત્રામાં વિજય કોઠારી, પૂ. હસુતાજી મ.સ.,, પૂ. ચંદ્રિકાજી મ.સ., પૂ. હર્ષિદાજી મ.સ. વર્ષો સુધી સાધનામાં સહભાગી હતા. વૈયાવચ્ચમાં કાર્યરત રજનીભાઇ બાવીસી, જયશ્રીબેન શાહ, સી.એમ. શેઠ, હસમુખ કામદાર વગેરે તેમજ પાલખીની સુચારૂ વ્યવસ્થા મોટા સંઘના ટ્રસ્ટી દિનેશ દોશી, મંત્રી કૌશિક વિરાણી, ઇન્દ્ર પ્રસ્થનગર સંઘના ધીરુભાઇ વોરા, નલીનભાઇ બાટવીયા, વગેરે તેમજ ગોંડલ સંઘ પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી વગેરેએ હાજરી આપી હતી. પૂ. તારાબાઇ મ.સ., પૂ. જશુબાઇ મ.સ., પૂ. હસુતા જી. મ.સ., પૂ. ઉષા વીણાજી મ.સ., પૂ. પલ્લવીજી મ.સ., પૂ. સરોજજી મ.સ., પૂ. વિશાખા જી મ.સ., પ. માલતીજી મ.સ., પૂ. પદ્માજી મ.સ., પૂ. પ્રવીણજી મ.સ. આદિ તથા બોટાદ ના પૂ. ભવ્યાંશીજી મ.સ. પધાર્યા હતા. કલકત્તા ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં તા.૧૧ ને રવિવારે ૧૧ કલાકે ગુણાંજલી કાર્યક્રમ યોજાશે.

પાલખી યાત્રામાં અનેક જૈન અગ્રણીઓ જોડાયા

સાધ્વી રત્ના પૂ.અમિતાજી મ.સ.ની પાલખી યાત્રા આજે  સવારે ૭:૩૦ કલાકે રાજકોટ ઈન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રયેથી નીકળી રામનાથ પરા મુક્તિ ધામ ખાતે અંત્યેષ્ઠિ વિધી કરવામાં આવેલ.

ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,ધીરુભાઈ વોરા,દિનેશભાઈ દોશી,શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ,જગદીશભાઈ શેઠ,કૌશિકભાઈ વિરાણી,તારકભાઈ વોરા,નલીનભાઈ બાટવીયા, ગૌરવભાઈ દોશી,સતિષભાઈ બાટવીયા,રાજુભાઈ બાટવીયા,મનીષભાઈ દેસાઈ ( ગોંડલ ) વગેરે ભાવિકો ઉપસ્થિત રહેલ. પાલખી યાત્રા સમયે દિનેશભાઈ દોશી,સુશીલભાઈ ગોડા, જયશ્રીબેન શાહ,યોગનાબેન મહેતા, રેખાબેન વગેરે બહેનોએ અનુમોદનીય સેવા પ્રદાન કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.