Abtak Media Google News

રાજકોટ પો. કમિશ્નરથી લઇ કોન્સ્ટેબલ સુધીના અધિકારી કર્મચારીઓના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે

સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની ફફડી રહ્યું છે. અને કોરેન્ટાઇન જાહેર થયેલાઓ એકબીજાના સંપર્કમાં આવતાના કારણે જ ચેપ આગળ વધતો હોવાથી કોરેન્ટાઇન વ્યકિતઓની ઓનલાઇન હાજરી પૂરી શકાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરાવી છે. અને આવી પડેલી મુસીબતને પહોંચી વળવા રાજકોટના પોલીસ કમિશ્નરથી લઇ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય લઇ રાજકોટ પોલીસે આર્થિક યોગદાન આપ્યું છે.

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે અને વાયરસ ખતમ થાય તેવા તમામ પ્રયાસો તમામ દેશો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ અસકારક પગલા લેવામાં આવ્યા છે. કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે જેથી લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા તેમજ વિદેશથી આવેલ વ્યક્તિઓ ને હોમ કોરનટાઇન કરવામાં આવેલા છે.

જે રાજકોટ શહેરમા અલગ અલગ તેમના રહેણાંક મકાન ખાતે હોમ કોરનટાઇન કરવા આવેલા હોય જેઓ બહાર નીકળે તો તેના સંપર્કમા આવેલી વ્યકિત પણ કોરોના વાયરસની બીમારીમા સપડાય તેવી પુરી શકયતા હોય અને હાલમાં જે જે લોકોને હોમ કોરનટાઇન કરવામાં આવેલા છે. જે હાલના આધુનીક સમયમા એનડ્રોઇડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય જેથી આવા હોમ કોરનટાઇન વ્યકિતઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાઇે સેફ રાજકોટ એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે.

જેમા જે તે પોલીસ મથકના બીટ ચોકીના ઇન્ચાર્જ હોમ કોરનટાઇન થયેલા લોકોના રહેણાંકના સ્થળે જઇ તેમના મોબાઇલ ફોનમાં સેફ રાજકોટની લીંક આપી આ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેઓને એપ્લીકેશન બાબતે સમજ કરી દર બે બે કલાકે તેમની લોકેશન ફોટો સાથેની હાજરી પુરવા બાબતે સમજ કરવામાં આવી છે અને જો આવી હોમ કોરનટાઇન થયેલી વ્યકિત પોતાનુ ઘર છોડી અન્ય કોઇ જગ્યાઓેથી હાજરી પુરે તો આ એપ્લીકેશન દ્વારા તાત્કાલીક અત્રેના પોલીસ કંટ્રોલ રૂમને જાણ થાય છે જેથી આવી હોમ કોરનટાઇન ભંગ કરનાર વ્યકિતને અન્ય નકિક  કરેલા પોલીસ બંદોબસ્ત સાથેની કોરનટાઇન જ્યફાએ અથવા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. અને આવા વ્યકિતઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યુ છે. તેમજ રાજકોટ શહેરના રહેતા સીનીયર સીટીઝન તથા નિવૃત પોલીસ અઘ્કિારી- કર્મચારીઓ તથા તેના પરિવારજનોને હાલના લોકડાઉન સમય દરમ્યાન કોઇ ઇમરજન્સી મેડીકલ તથા જીવન જરૂરી ચીજવસ્તુની જરુરીયાત ઉભી થાય તો રાજકોટ શહેર પોલસ દ્વારા તમામ મદદ કરવામાં આવે તેમ કહ્યું હતું. તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરથી લઇ ને પોલીસ કોન્સ્ટેબલ સુધીની રેકના તમામ અધિકારી- કર્મચારીઓઓ દ્વારા દિન-૧ તથા પગારનુ: ગુજરાત રાજય મુખ્યમંત્રી રાહત ફઁડમાં યોગદાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.