Abtak Media Google News

પોલીસ તંત્રને ધાર્મિક સ્થાનો પર થતા હુમલા અટકાવવા કરાયેલ રજુઆત

જામનગરનાં ભીડભંજન મહાદેવ મંદિરની પાછળ આવેલ નાગીમાતા એટલે કે ગંગેશ્વર મહાદેવ મંદિરના ધાર્મિક સ્થળે રામદેવપીરના પાઠ-ભજનોનો કાર્યક્રમ હતો જેમાં ચોકકસ કોમ દ્વારા ધાર્મિક સ્થળ પર હુમલો કરી વાતાવરણમાં નાસભાગ મચાવી એક ખોફ ઉભો કર્યો હતો. જામનગર શહેરમાં ૨૫ વર્ષ પહેલા રામ સવારી પર ફાયરીંગ થયું હતું ત્યારબાદ શહેરમાં ધાર્મિક સ્થાન પર છરી, ચાકા, તલવાર અને સોડા બાટલી દ્વારા પ્રથમ વખત હુમલો થતા હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.

જુનાગઢના સાધુ સંતોને સાથે લઈ મહંત ઈન્દ્રભારતીબાપુ જામનગર પહોંચી આવ્યા અને તાત્કાલિક ધોરણે હુમલો થયેલ તે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ નાગી માતા કે જે ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન સંભાળતા ગુલાબગીરી ગુરુ શાંતિયગીરી માતાજી સન્યસી (નાગીમાતા) અને હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ સાથે બેઠક કરી જામનગરના ડીવાયએસપી એ.પી.જાડેજાને આ બનાવની વિગતો તેમજ ધાર્મિક સ્થાનોને સુરક્ષા પુરી પાડવા રજુઆત કરી હતી. જયારે ધાર્મિક સ્થાનો સુરક્ષિત નહીં રહે તો હિન્દુ સમાજના સાધુ-સંતો જુનાગઢમાં એકત્ર થઈ હથિયાર ધારણ કરી મેદાને આવશે અને સશસ્ત્ર યુવાનોને ધર્મરક્ષા માટે તૈયાર કરવાનું વર્ણવેલ હતું.

આ સમયે મુખ્ય જુનાગઢના નિરંજન અખાડાના થાણાપતિ મહંત ઈન્દ્રભારતીબાપુ, લાખા ખોટાના મહંત પ્રેમગિરિબાપુ, વિરપુરના મહંત ગગનભારતીબાપુ, ત્રિવેણી સંગમના મહંત કુલદીપ ભારતીબાપુ, જામકંડોરણાના મહંત રાજગીરી ગાંડાબાપુ, મુંબઈથી મહંત કેશવપુરી તેમજ જામનગરના નાગી માતા-ગુલાબગીરી ગુરુ શાંતીગીરી અને હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ, પ્રભારી ધીરેન નંદન, દિવ્યરાજસિંહ જાડેજા, ગંભીરસિંહ, અનોપસિંહ, વિમલ ફલ, વિવેક મહેતા, દેવેન્દ્રસિંહ, ધીરૂભા જાડેજા સહિતના અનેક સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.