Abtak Media Google News

દશેરાનું ઉગ્યું સોનેરી નૂતન પ્રભાત પૂજય હીરક ગુરૂણી મળ્યા છે ગુરૂમાત

ગુરૂણીમૈયા પૂ. હિરાબાઈ સ્મિતાજી આદિ સતીવૃંદ ગોંડલ ભોજપરા મહેતા ઉપાશ્રયે સુખ સાતામાં બીરાજમાન છે

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ. ના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા,તપસ્વી સાધ્વી રત્ના પૂ.સ્મિતાજી મ.સ. આજરોજ દશેરાના પાવન અને પવિત્ર દિવસે ૬૨ વષે પૂણે કરી ૬૩ માં વષેમાં મંગલ પ્રવેશ કરેલ છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન આગમ શ્રી દશ વૈકાલિક સૂત્ર અધ્યયન ૨ માં આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ કે ભોગ સુખના તમામ સાધનો પ્રાપ્ત હોય,છતાં પણ જે ભોગ સુખોનો સામે ચાલીને સ્વેચ્છાએ ત્યાગ કરે છે તેને ભગવંતે આદશે ત્યાગી કહ્યા છે. જી,હા.. ગોંડલ નિવાસી હાલ મસ્કત સી.જે.શેઠ પરિવારમાં પૂજ્ય સ્મિતાજી મ.સ.ગ્રહસ્થાશ્રમમાં અતિ સુખ – વૈભવમાં ઉછરેલા.મોહ નગરી મુંબઈમાં ધમે પરાયણ પિતા શામળદાસભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેનની કૂખે દશેરા પવિત્ર દિવસે તેઓનો જન્મ થયેલ.જન્મ થતા જ કુંટુંબ પરિવાર,સગા – સ્નેહીજનોના મુખારવિંદ પર સ્મિત અને પ્રસન્નતા પ્રસરી ગયેલ.

ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.નો પરિચય થયો અને દોમ – દોમ સાહેબીને એક જ ઝાટકે ઠોકર મારી મોહ નગરી મુંબઈમાંથી મોક્ષ નગરી તરફ પગરણ માંડી વાલકેશ્ર્વરમાં છકાય જીવોને વ્હાલ કરવા ગોંડલ સંપ્રદાયના સ્વ.ગાદીપતિ પૂ.ગીરીશચંદ્રજી મ.સા.ના શ્રી મુખેથી

તા.૧ – ૨ – ૧૯૭૯ ના શુભ દિવસે દીક્ષા મંત્ર ગ્રહણ કરી કરેમિ ભંતેનો પાઠ ભણી દેવોને પણ દુલેભ એવા સંયમ ધમેનો સ્વીકાર કર્યો.

સંયમ જીવનના પણ ચાર – ચાર દાયકા પસાર થઈ ગયા.સૌરાષ્ટ્ર – મહારાષ્ટ્ર સહિત અનેક નાના – મોટા  ક્ષેત્રોમાં જિનાજ્ઞા પ્રમાણે ગુરુણી મૈયા સાથે વિચરણ કરી જિન શાસનની તેઓશ્રીએ આહલેક જગાડી.મસ્કતથી લઈને મુંબઈ અને ગોંડલથી લઈને ગાંધીનગરના જિજ્ઞાસુઓ પૂ.સ્મિતાજી મ.સ.ના દશેન – વંદન કરવા અવાર – નવાર આવતાં હોય છે.તેઓ પ્રખર વ્યાખ્યાતા છે.તેઓનું પ્રવચન ચાલુ હોય ત્યારે શ્રોતાઓને ઉભુ થવાનું મન ન થાય.એમ કહેવાય કે જિનવાણી રૂપી એક્ષપ્રેસ ગાડી નોન સ્ટોપ ચાલુ હોય.તેઓનું પ્રવચન શ્રોતાઓને ઝંકૃત કરી દે છે.સૌ તેઓથી પ્રભાવિત થયા વગર રહેતા નથી.આગમના ગૂઢ રહસ્યો સરળ શૈલીમાં સમજાવે.

પૂ.સ્મિતાજી મ.સ.ગોંડલ વિશે કહે છે કે જે ધૂળ અને રેતી ઉપર અનેક મહાપુરુષોના ચરણોનો સ્પશે થયો હોય એ ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નહીં પરંતુ તીથે અને પાવન ભૂમિ કહેવાય.તેઓ કહે છે કે સદ્દગુણો જ મનુષ્ય જીવનની મહામૂલી મૂડી છે, તે મૂડી જ મનુષ્યને માટે પરભવનું ભાથું બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.