Abtak Media Google News

રાજકોટ રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળામાં ચાતુર્માસ બીરાજમાન પ્રાણ પરિવારના સાધ્વીરત્ના સેવાભાવી પૂ.પ્રભાબાઈ મ.સ.તા.22/9/2020 ના બપોરે 3:05 કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે કાળધમૅ પામેલ છે. સંઘ પ્રમુખ શ્રી ચંદ્રકાંત ભાઈ શેઠ આદિ એ સેવા વ્યવસ્થા ગોઠવેલ હતી

આજે સાંજે 6 કલાકે તેમને વર્તમાન સંજોગો અનુસાર હોસ્પિટલથી અંતિમ વિદાય આપવામાં આવશે કોઈ ભાવિકો એ આવવાનું રહેશે નહીં.

સૌરાષ્ટ્રના સાવરકુંડલાની ધન્ય ભૂમિ ઉપર ધમૅ પરાયણ પિતા રૂગનાથભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી શિવકુંવરબેન તેજાણીની કૂખે વિ.સં.2008, શ્રાવણ વદ પાંચમ ઈ.સ.1939 માં એક હળુકર્મી આત્માનું અવતરણ થયેલ. પરિવારજનોએ ” પ્રભા ” નામ આપવામાં આવ્યું. ચાર ભાઈઓ અને ચાર બહેનોનો વિશાળ પરિવારમાં તેઓનો ઉછેર થયેલ. તેજાણી પરિવાર એટલે ધમૅના રંગે રંગાયેલો પરિવાર. દેવ,ગુરુ અને ધમૅ પ્રત્યે સમર્પિત પરિવાર. સાધુ – સાધ્વીજીની સેવા માટે તેજાણી પરિવાર ખડે પગે હાજર હોય.

સાવરકુંડલામાં વયોવૃદ્ધ પૂ.દેવકુંવરબાઈ મ.સ., પૂ.ફૂલઆમ્ર ગુરુણી આદિ સંત – સતીજીઓનું વારંવાર આવાગમન રહેતું. પ્રભાબેન ખૂબ જ નાની વયે સામાયિક કંઠસ્થ કરી લીધેલ. એક વખત પૂ.પ્રાણગુરુનું સાવરકુંડલા ઉપાશ્રયમાં સંસાર અસાર છે એ વિષય ઉપર પ્રવચન હતું. પ્રવચન પછી પૂ. પ્રાણ ગુરુદેવે પૂછ્યુ કે બોલો પ્રભાબેન ! તમારે શું કરવું છે ? આ અસાર એવા સંસારમાં રહેવું છે કે પછી સંયમ માર્ગે શાશ્વત સુખ મેળવવા આવવું છે ? પ્રભાબેન પૂ.ગુરુદેવનો સંકેત સમજી ગયાં. તેઓએ તરત જ પ્રત્યુત્તર આપ્યો કે મારે પણ મારા બહેન પૂ.લીલમબાઈના માર્ગે જ જવું છે. બસ, તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયાં.જ્ઞાનાભ્યાસમાં જોડાઈ ગયાં.

Screenshot 3 2

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જન્મભૂમિ સાવરકુંડલાની ધન્ય ધરા ઉપર ચૈત્ર વદ,પાંચમ વિ.સં.2015 ના રોજ તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કર્યો.પૂ. મુક્ત – લીલમ પરિવારમાં સ્વાધ્યાય અને સેવામાં સામેલ થઈ ગયાં. પ્રભાબાઈ મ.સ.એટલે એકદમ ભદ્રિક આત્મા. સરળતા, નિખાલસતા ભારોભાર દેખાય. સેવા અને સ્વાધ્યાયમય જીવન હતું. પ્રભાબાઈ મહાસતીજી એટલે ભગવાન જેવા ભોળા તેથી જ તેવો “પ્રભુજી”ના નામથી ઓળખાાતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.લીલમબાઈ મ.સ.એવમ્ પૂ.ઉષાબાઈ મ.સ. જેઓ પૂ.પ્રભાબાઈ મ.સ.ના પિતરાઈ બહેન હતાં. છેલ્લા થોડા સમયથી અશાતાનો ઉદય આવેલ. અશાતામાં પણ તેઓની સહનશીલતા અજોડ હતી. તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સ્વ – પરના કલ્યાણમાં નિમિત્ત બન્યાં.

રાજકોટ ઐતિહાસિક સમુહ ચાતુર્માસમાં પૂ.પરમ સ્વમિત્રાજી મ.સ. તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ.એ પૂ.પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષા અંગીકાર કરેલ. સંયમ મહોત્સવના દરેક કાયૅક્રમમાં પૂ.પ્રભાબાઈ મ.સ.ડુંગર દરબારમાં ઉપસ્થિત રહી સંયમ માગૅની અનુમોદના કરી પ્રસન્નતા અનુભવતા.

Screenshot 1 19

ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, સી.એમ.શેઠ, ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર તથા દિલીપભાઈ પારેખે સંયુક્તપણે જણાવ્યું કે ગુરુણીમૈયા પૂ.પ્રભાબાઈ મહાસતીજી સેવા, સાધના અને સહનશીલતા સાથે શ્રેષ્ઠ જીવન જીવી ગયાં.

દેવલોકગમન પૂ.પ્રભાબાઈ મ.સ.નો આત્મા શીઘ્રાતિશીઘ્ર શાશ્વત સુખોને પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને તેવી ગુણાંજલિ.

તેમની ગુણાનુવાદ સભા લાઈવના માધ્યમે આવતી કાલે બુધવાર સવારે 8.30 થી 11 રાખવામાં આવેલ છે

પ્રમુખ શ્રી ચંદ્રકાંત ભાઈ શેઠ
9824043769

Watch live

● LIVE on ZOOM
Meeting ID: 208 108 1008
Password: 108
Direct Link: parasdham.org/zoom

● LIVE on Parasdham Website
live.parasdham.org

● LIVE on YouTube
youtube.com/ParasdhamTV

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.