Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત શ્રી જવાહરલાલ નહેરુજીની ૧૨૯મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશભાઈ  રાજપૂત બહારગામ હોવાથી કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, રાજકોટના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, પ્રદ્દેશ કોંગ્રેસ મંત્રી દિનેશભાઈ મકવાણા, મ.ન.પા. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ઘનશ્યામસિંહ એ. જાડેજા, કોર્પોરેટરશ્રીઓ દિલીપભાઈ આસવાણી, ઘનશ્યામસિંહ એન. જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, શિક્ષણ સમિતિ સભ્ય ડો. રાજેશ ત્રિવેદી, કોંગ્રેસ આગેવાનો પ્રભાતભાઈ ડાંગર, માઈનોરીટી ચેરમેન યુનુસભાઈ જુનેજા, લોકસરકાર સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ ભાર્ગવભાઈ પઢિયાર, સોશિયલ મીડિયા પ્રભારી રજત સંઘવી, કો-ઓડીનેટર જીગ્નેશ વાગડિયા, લેબર સેલ મહેશ પાશ્વન, માલધારી આગેવાન મેરામભાઈ ચૌહાણ, સેવાદળ કિશોરસિંહ જાડેજા, રાજેશભાઈ પાટડિયા, વોર્ડ નં. ૧૨ પ્રમુખ જગદીશભાઈ સખીયા, વોર્ડ ૧૦ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા,  વોર્ડ ૧૪ પ્રમુખ માણસુરભાઈ વાળા, રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો દિપ્તીબેન સોલંકી, ચંદ્રિકાબેન વરાનીયા, દુરૈયાબેન, શોભનાબેન મકવાણા, મિતલ ગડારા, મુકેશ પરમાર, ભાવેશ લુણાગરીયા, ગોવિંદભાઈ ચક્રાવત, પી.પી.શ્રીમાળી, નીલેશભાઈ વિરાણી, છગનભાઈ ચાવડા, ઈબ્રાહીમભાઈ સોરા, વિજયસિંહ જાડેજા, પ્રકાશ રાવરાણી, રાજેશ પટેલ, કિશન પરસાનિયા, અંકુરભાઈ માવાણી, વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ ની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.