Abtak Media Google News

દેશભરમાં ચાહકો દ્વારા અલગ અલગ રીતે ઉજવણી: વાનખેડે સ્ટેડિયમમાં આજે રમાનારી મેચમાં મુંબઇની ટીમ સચિનની ઉપસ્થિતિમાં જન્મદિન મનાવશે

આઇપીએલની ફ્રેંચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ આજે ક્રિકેટના ભગવાન સચીન તેંડુલકરનો ૪૪મો જન્મદિવસ મનાવશે. સચીન આજે ૪૩મું વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. મુંબઈની ટીમ આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચ દરમિયાન સચીનના જન્મદિવસ મનાવશે. સચીન પણ આ જશ્નમાં હાજરી આપશે. મુંબઈની ટીમ પુણેને હરાવીને સચીનને જન્મદિનની ભેટ આપવા ઇચ્છે છે.

આ ઉપરાંત મુંબઈ ફ્રેંચાઇઝી દક્ષિણ મુંબઈની ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં પણ એક કાર્યક્રમનું આયોજન કરશે. વડોદરા અને મુંબઈનો ભૂતપૂર્વ ખેલાડી વાસુ પરાંજપે આ પ્રસંગે હાજર રહેશે. વાસુ એ મેચમાં રમ્યો હતો, જ્યારે સચીને મુંબઈ તરફી રણજી ટ્રોફીમાં પદાર્પણ કરતા સદી ફટકારી હતી.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે ૪૪મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. ક્રિકેટના ભગવાને ૧૬ વર્ષની વયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું જેને આજે અંદાજે ૨૪ વર્ષ પૂરા ઇ રહ્યાં છે. અને આ ૨૪ વર્ષમાં ક્રિકેટવિશ્વમાં તેણે ઘણા બધા વિશ્વરેકોર્ડો પોતાના નામે કરી લીધા છે. જેમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સેન્ચુરી મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે ઉપરાંત વન ડે ક્રિકેટમાં સૌપ્રમ વખત બેવડી સદી મારવાનો રેકોર્ડ પણ તેણે તેના નામ પર કર્યો છે. પરંતુ ત્યારબાદ વીરેન્દ્ર સેહવાગે પણ વન ડેમાં બેવડી સદી ફટકારતાં વન ડે ક્રિકેટના ઇતિહાસમાં હજી સુધી બે જ બેવડી સદી નોંધાઇ છે.

ઓસ્ટ્રેલિયના ભૂતપૂર્વ ખેલાડી હેડને તાજેતરમાં જણાવ્યું હતું કે સચિન ભારતનો ડોન બ્રેડમેન છે. તેણે સચિનને એક મહાન ક્રિકેટ ગણાવ્યો હતો. તે સિવાય પણ ઘણા બધા નામી ખેલાડીઓ પણ તેની રમતના પ્રશંસક છે. સચિન અત્યાર સુધી તેના જન્મદિવસના દિવસે મેચ રમતો હોય તેવો એક જ વખત બનાવ  બન્યો છે. જે શારજહાંમા રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચ હતી. જેમાં  ભારતનો વિજય યો હતો.

ભારત દેશમાં જ્યાં ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે તો તે ધર્મના ભગવાન તરીકે સચિન તેંડુલકરને પૂજવામાં આવે છે. દેશભરમાં તેના ચાહકો દ્વારા તેનો જન્મદિવસ અલગ-અલગ રીતે ઊજવવામાં આવી રહ્યો છે.

મુંબઇ ઇન્ડિયન્સ ટીમના મેનેજરે જણાવ્યું છેકે તેમના જન્મદવિસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સચિન મીડિયા સામે કેક કાપશે અને તેઓને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમમાં તેની સો તેની પત્ની અંજલિ તેમજ ટીમની માલિક નીતા અંબાણી પણ હાજર રહે તેવી શક્યતા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.