Abtak Media Google News

બબ્બે દાયકાથી પણ વધુ સમય સુધી વિશ્ર્વ ક્રિકેટ જગતના મેદાન પર રાજ કરનાર મહાકાય વ્યકિતત્વ

માત્ર ૧૬ વર્ષની વયે ભારતીય ટીમમાં સામેલ થનાર સચીન તેંડુલકર બે દાયકાથી પણ વધુ સમય સુધી વિશ્ર્વનાં ક્રિકેટ મેદાન પર રાજ કયુર્ંં વિશાળકાય વ્યકિતત્વ અને તેમની કારકીર્દી વિશે જેટલુ જાણીએ તેટલુ ઓછુ છે કપીલ દેવ બાદ વિશ્ર્વ ક્રિકેટમાં ચમકનાર હીરા તરીકે સચીને કાઠુ કાઢ્યું ૨૪મી એપ્રીલ ૧૯૭૩ના રોજ મહારાષ્ટ્રના મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો જાણીતા લેખક રમેશ તેડુંલકરને ત્યાં ક્રિકેટ જન્મશે તેવી તેમને કલ્પના પણ ન હતી.

૧૯૮૪માં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં સચીને ક્રિકેટની એ.બી.સી.ડી.ની. શ‚આત કરી સચીનની પ્રતિભાને કોચ આચરેકર સારી રીતે જાણતા હતા. ૧૯૮૭ની રણજી સીઝનમાં પણ સચીને મુંબઈની ટીમ માટે સિલેકશન મેળવ્યું માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં લીજેન્ડે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કરાચી સામે રમી હતી ૧૯૯૦માં તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંન્ચયુરી બનાવી હતી તે સમયે તે સૌથી નાની વયનો ક્રિકેટર બન્યો અને બસ ત્યારથી જ અવિરતપણે સચીને એક પછી એક અનબ્રેકેબલ રેકોર્ડ સર્જયા સચીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે. તેની પાસે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. માસ્ટર બ્લાસ્ટરના નામે ઓળખાતાક ખેલાડીને ‘ગોડ ઓફ ક્રિકેટ’ની સિધ્ધિ આપવામાં અવી ત્યારે આજે સચીનને જન્મદિવસે તેમને વિશ્ર્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ૨૦૦ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડી વનડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો. માન્ચેસ્ટર ટેસ્ટ બાદ તેણે ૯૯ આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાના નામે કરી હતી જે રેકોર્ડ કદાચ જ કોઈ ખેલાડી તોડી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.