Abtak Media Google News

ક્ષતિગ્રસ્ત બેટ અશરફ ચાચા પાસે રીપેર કરાવી ફરી ધારદાર બનાવી અનેક ધૂરંધર બેસ્ટમેનને સિકસર ફટકારવામાં મળી સફળતા: ડાયાબીટીસ અને ન્યુમોનિયાની બીમારી અશરફચાચાના હોસ્પિટલના ખર્ચમાં મદદ કરતો સચિન

આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં રન મશીન ગણાતા ધૂરંધર બેસ્ટમેનોની સફતા માટે અશરફચાચા દ્વારા સજાવટ કરેલા બેટની મદદ મહત્વની રહી છે. ક્રિકેટ પ્રેમી અશરફ ચાચા હાલ મુંબઇની સાવલા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાની માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને થતા તેમની વ્હારે આવી હોસ્પિટલે ખબર અંતર પુછી આર્થિક મદદ કરી તેમનું ઋણ અદા કર્યુ છે.

દક્ષિણ મુંબઇના ધોબી તલાવ ખાતે આવેલી બેટ બનાવતી કંપની એમ.અશરફ બ્રો નામની કંપની ધરાવતા અશરફ ચૌધરી ઉર્ફે અશરફ ચાચા આંતર રાષ્ટ્રીય ક્રિકેટરો માટે જાણીતુ નામ છે. તેઓએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સારી નામના ધરાવતા ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલ, કાયરન પોલાર્ડ, સચિન તેડુંલકર અને વિરાટ કોહલની જેવા મહાન બેસ્ટ મેનના બેટ રિપેર કરી આપ્યા છે.

બેટ ક્ષતિગ્રસ્ત થાય ત્યારે તેને ફરી મુળ સ્વરૂપમાં લાવી આપી બેસ્ટમેનને ગ્રાઉન્ડમાં સિકસર ફટકારતા કરી આપવામાં મહત્વની જેમનો રોલ રહ્યો છે તે અશરફ ચાચા ડાયાબીટીશ અને ન્યુમોનીયાની બીમારીથી મુંબઇની હોસ્પિચટલમાં સારવાર લઇ રહ્યાનું સચિન તેડુંલકરના ધ્યાને આવતા તે હોસ્પિટલ ખાતે અશરફચાચાની ખબર અંતર પૂછવા પહોચી ગયો હતો અને તેમને આર્થિક મદદ કરી હોવાનું અશરફચાચાના નજીકના મિત્ર પ્રસાંત જેઠમલાણીએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં રન મશીન ગણાતા ધૂરંધર બેસ્ટમેનોની સફતા માટે અશરફચાચા દ્વારા સજાવટ કરેલા બેટની મદદ મહત્વની રહી છે. ક્રિકેટ પ્રેમી અશરફ ચાચા હાલ મુંબઇની સાવલા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાની માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને થતા તેમની વ્હારે આવી હોસ્પિટલે ખબર અંતર પુછી આર્થિક મદદ કરી તેમનું ઋણ અદા કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.