Abtak Media Google News

સચિન…સચિન…

સચિન તેંડુલકરને ૨૦૧૧ વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે મંગળવારે લોરીયસ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સચિનની આ મોમેન્ટને “કેરીડ ઓન ધ શોલ્ડર્સ ઓફ અ નેશનલ’ શીર્ષક આપવામાં આવ્યું છે. તે સાથે જ સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી અને ફોર્મુલા વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટનને સંયુક્તપણે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે ૨૦૧૧માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને ૬ વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઇનલ જીત્યા પછી ખેલાડીઓએ સચિનને ખભે બેસાડીને મેદાન પર ’લેપ ઓફ ઓનર’ લગાવ્યો હતો.

આ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ માટે સૌથી વધુ વોટ મળ્યા હતા. તે સચિનનો છઠો વર્લ્ડ કપ હતો. તે પહેલા સચિન ૨૦૦૩ની ફાઇનલમાં રમ્યો હતો, પરંતુ ત્યારે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૬ વારના ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન હેમિલ્ટન અને ૬ વારના ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર મેસી વચ્ચે વોટિંગનો મુકાબલો ટાઈ થયો હતો. લોરીયસ એવોર્ડના ૨૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે. તે પછી સ્પોર્ટીંગ જ્યૂરીએ બંનેને સંયુક્તપણે એવોર્ડ આપ્યો હતો. મેસી આ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર છે. અમેરિકન જિમ્નાસ્ટ સિમોને બિલેસે ૪ વર્ષમાં ત્રીજીવાર લોરીયસ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ જીત્યો. આવું એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વાર થયું છે. અમેરિકાની જ સ્નોબોર્ડર ક્લોઈ કિમને લોરીયસ વર્લ્ડ એક્શન સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સચિન તેંડુલકરે લોરીયસ એવોર્ડ જીતતાની સાથે જ તેણે જણાવ્યું હતું કે, કોઈ પણ રમત બે દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આ તકે સચિન તેંડુલકરે એમ પણ જણાવ્યું હતું કે, આ અંગે તેણે નેલ્શન મંડેલાએ માહિતી આપી હતી. કોઈપણ બે દેશ વચ્ચે જયારે તણાવ જોવા મળતો હોય ત્યારે રમત એકમાત્ર એવું માધ્યમ છે કે જે બંને દેશો વચ્ચેના પારસ્પરીક સંબંધોને વધુ ગાઢ બનાવે છે. આ તકે સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, એવોર્ડ પૂર્વે તેઓ ઘણાખરા એથ્લેટસ સાથે બેઠા હતા જેમાં તેઓને પુરતી સગવડતા ન હોવા છતાં પણ તેઓ ઉત્કૃષ્ઠ કાર્ય કરી પોતાનું કૌશલ્ય બહાર કાઢે છે તેને ૨૦૧૧નો વિશ્ર્વકપ જીત્યાની ક્ષણે અવિસ્મરણીય ગણાવી હતી અને વિજય થયા બાદ ટીમના સભ્યોએ જયારે તેમને ખંભા પર બેસાડયા હતા તે ક્ષણ હજુ સુધી તે ભુલી શકયા ન હોવાનું પણ જણાવ્યું હતું.

લોરીયસ એવોર્ડ શું છે ?

આ રમતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંથી એક છે. ૧૯૯૯માં લોરેસ સ્પોટ ફોર ગુડ ફાઉન્ડેશનના ડેમલર અને રિચીમોન્ટે આની શરૂઆત કરી હતી. સૌથી પહેલા ૨૫ મે ૨૦૦૦ના રોજ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેમાં ૧૩ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડમાં પ્રમુખ કેટેગરી લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધયર, લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર, લોરીયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર, લોરીયસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર અને લોરેસ બ્રેકથ્રુ ઓફ ધ યરનો એવોર્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.