Abtak Media Google News

છેલ્લા ચાર વર્ષમાં આ છાત્રની કલાએ દેશ-વિદેશનાં ઢગલા બંધ એવોર્ડ સાથે માણાવદરનું નામ રોશન કર્યું

માણાવદરનાં માત્ર ૧૭ વર્ષનાં છાત્રએ હમણાંજ ધો.૧૨ની પરીક્ષા આપી માત્ર ૩ વર્ષની વય ચિત્રો બનાવતા રોહન ઠાકરે રાજય-દેશ તેમજ વિદેશની ચિત્ર હરિફાઈમાં નંબર વન મેળવેલ છે. તેઓ બધીર એટલે કે સાંભળવાની ક્ષતિગ્રસ્ત છે. મેડીકલનાં ઓડીયોગ્રામમાં તેમને ૬૩% જેટલુ ઓછુ સંભળાય છે.

હાલના વર્તમાન અને આધુનિક સમયમાં કોરોના વાયરસનો કહેર વર્તાવ્યો છે. ત્યારે તેની ભયાવાહકતા આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. ત્યારે રોહન ઠાકરે તેના પેઈન્ટિંગ દ્વારા સમજાવે છે કે કોરોના વાયરસને કારણે આજ સુધી જે પૈસા માટે વિદેશ તરફ દોડતા લોકો મોતની બીકના કારણે ઝડપથી ગામડા તરફ દોડયા છે. તેમ અબતક સાથેની વાતચીતમાં ચિત્રનો થીમ સમજાવતા રોહન ઠાકરે વધુમાં જણાવેલ છે ચિત્રમાં એ પણ દર્શાવાયું છે કે બાળપણનાં ૨૧ દિવસ કુદરતે ફરી માનવીને આપ્યા છે. તમે ઘરમાં રહો સમય વિતાવો ને સુરક્ષિત રહેવાની સાથે પરિવારના સભ્યો સાથે આનંદથી સમય વિતાવવાની ચિત્ર પેઈન્ટીંગમાં વાત કરી છે.

Img 20200328 Wa0413

રોહન ઠાકરે છેલ્લા ચાર વર્ષમાં ઢગલા બંધ એવોર્ડ જીત્યા છે. દેશ વિદેશની એક પણ એવી સ્પર્ધા નહી હોય જેમાં રોહને નંબર મેળવ્યો ન હોય મમ્મી-પપ્પાનો સુંદર સહયાગેથી આદિવ્યાંગે સુંદર ચિત્રકલામાં પોતાની શકિતથી દેશ વિદેશમાં સરાહના કરી છે.રોહન ઠાકર બાંટવાની સરકારી ગુજરાતી હાઈસ્કુલમાં અભ્યાસ કરી રહ્યો છે.

Img 20200328 Wa0391

‘કોરોના’ વિષયક જનજાગૃતિના તેમના આ સુંદર પેઈન્ટીંગ ખુબજ પ્રખ્યાત થયું છે. તાજેતરમાં જ તેમના ચિત્રોની પ્રશંસા ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ પત્ર દ્વારા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.