Abtak Media Google News

કેન્સરના અન્ય દર્દીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

મન હોય તો માળવે જવાય’ની યુક્તિ ચરિતાર્થ કરનારા સમાજમાં ઘણા લોકો હોય છે. ઠીક આવો જ પ્રયાસ સાબરકાંઠા જિલ્લા પોલીસના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કોમલ રાઠોડ નામના મહિલા પીએસ આઇએ મનની મજબૂતાઈ તેમજ પરિવારના સાથ સહયોગ અને સહકાર થકી કેન્સરને હરાવ્યું છે અને આજની તારીખે કેન્સરના દર્દીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે.

4. Thursday 2

વર્ષ ૨૦૦૯માં એસઆરપી કોન્સ્ટેબલથી અનામ મહિલા પીએસઆઇ બનવા માટે સિલેક્ટ થઇ ચુકેલા કોમલ રાઠોડને ટ્રેનિંગ દરમિયાન જ કેન્સરની જાણ થતા માનસિક રીતે મજબૂત બની કિમોથેરાપી સુધી સારવાર લઈ ચૂક્યા હતા. તેમજ અમદાવાદની પ્રખ્યાત અપોલો હોસ્પિટલમાં ચાર મહિના સુધી સતત સારવાર મેળવી ચૂક્યા છે. જોકે પરિવાર, પતિ તેમજ મિત્રો થકી ફરી એકવાર પીએસઆઇની બાકી રહેલી ટ્રેનિંગ અમદાવાદના કરાઈ ખાતે પૂર્ણ કરી તેમજ ૨૦૧૫માં સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈ તરીકે નોકરી જોઈન્ટ કરી અને છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં પોતાનું કામ પૂર્ણિમા તારી અને નીતિમત્તા સાથે કરી રહ્યા છે. હાલમાં ઇડરના જવાબદાર પોલીસ મથકે પીએસઆઈ તરીકે નોકરી કરી રહેલા કોમલ રાઠોડનું માનવું છે કે, દુનિયામાં મજબૂત હોય તો કેન્સર તો શું દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમે નમાવી શકે અને કેન્સરના દર્દીઓતેમજ કેન્સરગ્રસ્ત લોકો માટે પણ તેમનું કહેવું છે કે, મન મજબૂત હોય તો ગમે તેવો જંગ જીતી જવાય છે. કેન્સર એક સામાન્ય દર્દ છે જોકે તેની ગંભીરતા સમજી તેની પૂર્ણ સારવાર કરાવવી જ‚રી છે, પરંતુ તેના નામ માત્રથી જો ડર કે ભય પેદા થાય તો કેન્સર પહેલા તમે તમારી પોતાની જાતને કોઈ શકો છો માટે દુનિયામાં પરિવાર અને મિત્રોથી મોટો સહયોગ નથી માટે મનની મજબૂતાઈ થકી કોઈપણ જંગ જીતી જવાય છે અને મનની મજબૂતાઈ રાખવી તે પાયાનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના પગલે આજે કેન્સર જેવા રોગને પણ નાબૂદ કરવાની સાથે સાથે સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી શકાય છે. પોતાના પરિવાર સહિત અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

પોલીસનું નામ સાંભળતા જ કડકાઈ નીડરતા અને કઠોરતા સામાન્ય રીતે નજર સામે દેખાઈ આવે, પરંતુ ક્યારેક આપ કઠોર અને નીડર દેખાતા માનવી પાછળ ઘણો મોટો સંઘર્ષ પણ હોય છે. જો કે સંઘર્ષ સામે બાદ કરવામાં આવે તો આ જ સંઘર્ષ તમને સફળતાની ટોચે લઇ જાય છે. સાબરકાંઠા જિલ્લા પોલીસમાં મહિલા પીએસઆઈ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સફર કામગીરી કરી રહેલા કોમલ રાઠોડ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા એ એવું જણાવ્યું હતું કે. કોઈપણ રોગ સામે નીડરતાથી અને મક્કમતાથી ટકી રહેવામાં આવે તો ગમે તેવા રોગને નાબૂદ કરી શકાય છે અને કોમલ રાઠોડે મહા રોગને દૂર કરી સમગ્ર જિલ્લાની પોલીસ માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.