Abtak Media Google News

અર્બુદા ક્રેડીટ સોસાયટીના ઉઠામણા બાદ આદર્શ ક્રેડીટ સોસાયટીનું પણ ઉઠમણુ થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી હતી તેમ છતાં કોઇ તકેદારી રાખવામાં ન આવતા સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. રોકાણકારોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઝોનલ ઓફિસર, મેનેજર, સીઈઓ તેમજ એમડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આદર્શ સોસાયટી રાજસ્થાનમાં રજીસ્ટર થઈ હતી.2008માં  અમદાવાદ અને ગાંધીનગરમાં શિફ્ટ કરવામાં આવી હતી. 8 કરોડ જમા થઈ છે જેમાં આજ તારિખ સુધી 14 કરોડ રકમ ચુકવવામાં થાય છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાતિજ, ભિલોડા અને મોડાસા બ્રાચ ખોલવામાં આવી.

લોભામણી સ્કીમો આપી 5 વર્ષમાં નાણાં ડબલ સ્કીમ ની લોભામણી આપી એજન્ટો ના માધ્યમથી, રિકરીગ, ડિપોઝીટ નું કામ શરૂ કર્યું હતું.છેલ્લા 10 દિવસ થી આ તમામ બ્રાચો પર ખંભાતી તાળા લાગ્યા.ગ્રાહકોએ નાણાં ક્યાંથી પરત લેવા તે સમજાતું નથી.સંચાલકો અને એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.કરોડો નું ફુલેકુ ફેરવ્યું હોવાની આશકા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.