Abtak Media Google News

વિજયનગર ખાતે આવેલ જૂથ પ્રાથમિક શાળા નં:૨ ના વિદ્યાર્થીને શાળાની શિક્ષિકા દ્વારા ઢોર માર મરાયો.જૂથ પ્રાથમિક શાળા નં:૨ મા ધોરણ ૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી જીનેન્દ્ર રાહુલભાઈ શાહ ને શાળાની શિક્ષિકા દ્વારા ઢોર મારમારવામાં આવ્યો.

જૂથ શાળા નં:૨ મા ભણતા નાના માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ભણાવવાને બદલે મુઢ મારમારવામાં આવ્યો.વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા વધુ ઇજાઓ થતા વિજયનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને માર મરાતા વિદ્યાર્થી ભણવાનું ભુલ્યો શાળાએ જવાનું બંધ કર્યું.બાળકના અભ્યાસને લઈ પરિવાર ચિંતામાં મુકાયો.પરિવારે શિક્ષણ વિભાગને શિક્ષિકા સામે પગલા ભરવા માંગ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.