હળવદમાં કોરોનાના કહેર વચ્ચે ફરજ બજાવતા તમામનું ધારાસભ્ય સાબરીયાએ કર્યું સન્માન

56

આરોગ્યકર્મી, પોલીસકર્મી અને વહીવટી તંત્રના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ, પત્રકારો, કલાકારનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું

હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ ઉમદા રીતે ફરજ બજાવતા આરોગ્ય અધિકારી, પોલીસઅધિકારી,તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ,સફાઇ કર્મીઓ તેમજ પત્રકારો અને કોરોના ની મહામારીને લઈ પોતાના બેંક ખાતામાં રહેલ તમામ રકમ સરકારને આપી દેનાર હાસ્ય કલાકાર ને ધારાસભ્ય સાબરીયા દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું

હાલ કોરોના એ ભારે કહેર વર્તાવ્યો છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં નિષ્ઠાભેર ફરજ નિભાવતા આરોગ્ય અધિકારી, પોલીસ,વહીવટી તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ,સફાઇ કર્મીઓ તેમજ દેશ પર  આવેલા સંકટ સમયે પોતાના બેંકમાં માં રહેલ તમામ રકમ સરકાર ના રાહત ફંડમાં  સુપ્રત કરી દેનાર હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમજ  આવા કપરા સમયે લોકશાહીના સાચા અને જાગૃત પ્રહરી એવા મિડિયામેનની જવાબદારી વિશેષ વધી જાય છે લોકો આ સમયે અફવાથી ગેરમાર્ગે ન દોરાય અને મહામારી ની રજેરજની સાચી વિગતો લોકો સુધી પહોંચાડવાની  દરેક મીડિયામેનની નૈતિક ફરજ છે ત્યારે હળવદ પંથકના લોકોને સાચા અને તટસ્થ ન્યુઝ લોકો સુધી પહોંચાડનાર મેહુલ ભરવાડ, બળદેવ ભરવાડ,મહેન્દ્ર મારુ અને મયુર રાવલ નું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું

આ તકે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ એરવાડીયા,કેતનભાઈ પટેલ, અશોકસિંહ,રવજીભાઈ દલવાડી, ધર્મેશભાઈ જોશી, કેતનભાઈ  સહિતનાઓ હાજર રહ્યા હતા

Loading...