Abtak Media Google News

નબળી પરિસ્થિતિના બાળકોએ કર્યુ ઉચ્ચ શિક્ષણ હાંસલ

રાજકોટમાં આવેલી નામાંકીત એસ.કે. પાઠક સંકુલના ધો.૧ર ના સામાન્ય પ્રવાહનું પરીણામ આવ્યું હતું. ત્યારે શાળાનું પરીણામ પણ ખુબ જ સારુ રહ્યું હતું. પરીક્ષામાં ઉર્તીણ થયેલા વિઘાર્થીઓ ખુબ જ ગરીબ પરિવારના છે. છતાં પહેલા ક્રમ પર આવેલી વિઘાર્થી શુભમ ખાખી ૯૮.૪૨ પીઆર, પુજારા વિશ્વા ૯૮.૧૧ પીઆર સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. ત્યારે વિઘાર્થીઓ અને વાલીમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરતમાં થયેલા વિઘાર્થીઓના મોત નીપજયાં તેમના ભાવભીની શ્રઘ્ધાંજલી અર્પી હતી.

Vlcsnap 2019 05 25 12H55M43S111

અબતક સાથેની વાતચીતમાં એસ.કે. પાઠક સ્કુલના ડો. અતુલ બલદેવે એ જણાવ્યું હતું કે શાળા ના ટ્રસ્ટી છે અને ધો.૧રના સામાન્ય પ્રવાહનું પરીણામ આવેલું છે. ત્યારે વિઘાર્થીઓમાં ઉત્સાહ તો છે જે સાથે સુરતની બનેલી ધટનાને લઇ ને શાળામાં પણ કોઇપણ ઉજવણી કરવામાં આવી ન હતી. અને ખાસ આજના પરિણામ માટે એટલું કહેવાનું હતું કે ૧ર વિજ્ઞાન પ્રવાહનું જે પરીણામ આવ્યું છે. તેમના કરતાં ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછું છે.

પરીણામ તો સારું છે પણ સુરતની ધટનાને લઇને વિઘાર્થીઓમાં ઉત્સાહ રહ્યો નથી. અને આ ધટનાથી લઇને અને પણ દીલથી શ્રઘ્ધાંજલી અર્પીત કરીએ છીએ. એકથી ત્રણ નંબરના વિઘાર્થીઓ ખુબ નબળા વર્ગમાંથી આવે છે અને તેમ છતાં ખુબ જ સારી એવી કારકીદી મેળવી છે.Vlcsnap 2019 05 25 12H56M08S114

અબતક સાથેની વાતચીતમાં ખાખી શુભમ એ જણાવ્યું હતું કે તે પોતે એ એક નબળા પરિવારમાંથી આવે છે. તેમના પિતા રાજકોટના વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેરી કરે છે અને એવા કપરા સમયમાં પણ તેમણે ખુબ જ સારી રીતે અભ્યાસ કરી અને આગળ કારકીદી હાંસલ કરી હતી. અને શુભમ ખાખીએ સ્કુલમાં ૯૮.૪૨ પીઆર પહેલો ક્રમ મેળવ્યો છે અને આગળસી.એ. બનવા ઇચ્છે છે. અને આ કારર્કીદીનો શ્રેય તે તેમના માતા-પિતા અને ટીચર્સને આપવા ઇચ્છે છે.Vlcsnap 2019 05 25 12H56M03S51

અબતક સાથેની વાતચીતમાં પુજાર વિશ્ર્વા એ ૯૮.૩૭ પીઆર સાથે બીજા ક્રમે મેળવ્યો હતો અને તેમના પિતા કે જે ધો.૧ર માં પ્રવેશની સાથે સદગતી પામ્યા હતા તેમ છતાં તે વિઘાર્થીનીએ અભ્યાસ કર્યો અને સ્કુલમાં બીજો નંબર હાંસલ કર્યો હતો. અને તેમની આ અગ્રતાને લઇને તે તેમના માતા-પિતાનો સહયોગ છે અને તે પરીક્ષા દરમ્યાન ૮ કલાક વાંચવાનું રાખતા હતા. જેથી આજે આ પરિણામ હાંસલ કરી શકી છે તે સ્કુલ તેમજ તેમના મમ્મીનો આભાર વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.