Abtak Media Google News

આરડીઆઈએફ ભારતની ડો.રેડ્ડી કંપની સાથે કલિનીકલ પરીક્ષણ કરશે

રશિયાના સોવેરિયન વેલ્થ ફંડ ભારતને કોરોના વાયરસના ઈલાજ માટેની સ્પુટનિક-વી રસીના ૧૦ કરોડ ડોઝ આપવા તૈયાર થયું છે. ભારતીય દવા કંપની ડો.રેડ્ડી લેબોરેટરીને આ માટે પસંદ કરી હોવાનું બુધવારે જણાવાયું હતું.

સમગ્ર વિશ્ર્વમાં આ રસીના વિતરણ માટે મોસ્કો સત્તાવાળાઓએ ઝડપથી પગલા ભરવાનું શરૂ કર્યું છે. રશિયા ડારેકટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ આરડીઆઈએફ દ્વારા ભારતી ઉત્પાદકો સાથે ૩૦૦ મીલીયન ડોઝના રૂપમાં રસીનું ભારતમાં નિર્માણ કરવા કરાર કરી રશિયાના સૌથી મોટા તેલ અને હથિયાર ખરીદદાર દેશ ભારત સાથે થવા પામ્યો છે.

ડો.રેડ્ડી ભારતની ટોચની દવા બનાવતી કંપની છે તે ત્રણ તબક્કામાં આ રસીનું ભારતમાં પરિક્ષણ હાથ ધરશે. ભારતમાં હજુ સત્તાવાર રીતે રસીના ઉત્પાદનની મંજૂરી આપવાની બાકી છે તેમ આરડીઆઈએફની યાદીમાં જણાવાયું છે. ૨૦૨૦ના અંત સુધીમાં ભારતમાં રસીનો પુરવઠો મળવાનું શરૂ થઈ જશે. આ પૂર્વ મંજૂરી અને પરિક્ષણની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. કોરોનાની રસીની શોધ કરનાર દેશ તરીકે રશિયા વિશ્ર્વના પ્રથમ દેશ બન્યો છે. ત્રણ તબક્કાના પરિક્ષણનો દોર પુરો કર્યા બાદ વિજ્ઞાનિકો અને ડોકટરોએ સુરક્ષા અને ક્ષમતાનું પરિક્ષણ કરવા માટે ૧ અને ૨ તબક્કા પુરા કરવા કવાયત હાથ ધરી છે. ડો.રેડ્ડીના પ્રવકતા જી.વી.પ્રસાદને ટાંકીને એક યાદીમાં કંપનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સ્પુટનિક-વીને કોવિડ-૧૯ના અસરકારક શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. સ્પુટનિક-વીની કિંમત અંગે આરડીઆઈએફ કંઈ કહ્યું ન હતું. પરંતુ એટલું અવશ્યક જણાવ્યું હતું કે, આ રસીનું ઉત્પાદન નાણા કમાવવા માટે નહીં પણ તેની કિંમત પડતર ભાવની જ રાખવામાં આવશે.

બુધવારે ભારતમાં ૫૦ લાખનો આ અંક સંક્રમિત દર્દીઓની સંખ્યાએ વટાવી દીધો હતો. દેશમાં ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સંખ્યાથી હોસ્પિટલો ભરાઈ રહી છે અને ઓક્સિજનના બાટલાની હજારો દર્દીઓને જરૂર ઊભી થઈ છે. મોટી સંખ્યા પાર કરનાર દેશોમાં ભારતનો બીજો નંબર છે. ભારતમાં કોરોના વિરોધી રસીની ખાસ જરૂર છે. કામ કરવાના સ્થળ સુપર સ્પ્રેડર બની રહ્યાં છે. ભારત ઉપરાંત આરડીઆઈએફએ ભારત ઉપરાંત રસી આપવા માટેના કરાર અને એમઓયુ કઝાકિસ્તાન, બ્રાઝીલ, મેકસીકો ઉપરાંત સાઉદીની કેમિકલ કંપની સાથે કરીને કોરોના સામેની પ્રથમ એવી રસી સ્પુટનિક-વીની વિશ્ર્વમાં માન્યતા મેળવી ૫૦ હજાર લોકોને ભેગા રાખી પરિક્ષણ કર્યું હતું. ૨૬મી ઓગષ્ટે આ રસીનું લોન્ચીંગ થવાનું હતું પરંતુ પ્રક્રિયા પુરી કરવાની બાકી રહી છે ત્યારે તમામ ઓપચારિકતા પૂર્ણ કરીને રશિયા ભારતને કોવિડ-૧૯ના ૧૦ કરોડ ડોઝ આપવા તૈયાર કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.