Abtak Media Google News

ડેવીડ વોર્નરની “જમાવટ એળે ગઈ !

આઈ.પી.એલ.માં શરૂઆતથી જ જામ્યો જંગ: આઈપીએલમાં મુંબઈ સતત પાંચમી વખત સીઝનનો પહેલો મેચ હાર્યું

ભારતની સૌથી વધુ વાટ જોવાતી એવી આઈપીએલ મેચનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ખેલાડીઓની કુશળતા, બેટીંગ તેમજ બોલીંગ સ્ટ્રેટેજીથી લઈને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આઈપીએલ જોર-શોરથી શરૂ થયું છે. આઈપીએલ બાદ વર્લ્ડકપ માટે અત્યારથી જ લોકો આઈપીએલના રંગે રંગાયા છે. ત્યારે શરૂ આતથી જ ખૂબજ જબરદસ્ત જંગ જામી છે જેને ક્રિકેટપ્રેમીઓ ખુબજ મોજથી માણી રહ્યાં છે.

ઈડન ગાર્ડન ખાતે રમાયેલા આઈપીએલ મુકાબલામાં સનરાઈઝ હૈદરાબાદ સામે પરાજય તરફ ધકેલાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને મધ્યમ હરોળના બેટ્સમેન આંદ્રે રસેલે ફિનીકસ પક્ષીની જેમ કે.કે.આર.ને જીત અપાવતા ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. શરૂ આતથી ૧૭મી ઓવર સુધી મેચનું પરિણામ હૈદરાબાદની તરફેણમાં લાગતુ હતુ પરંતુ રસેલની તોફાની બેટીંગે કે.કે.આર.ને રોમાંચક વિજય અપાવ્યો હતો. ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવી ખુબજ કપરા લક્ષ્યાંકને પાર પાડનાર રસેલના પ્રદર્શનથી ડેવીડ વોર્નરની જમાવટ એળે ગઈ હોય તેવી સ્થિતી સર્જાઈ હતી.

ઓપનર ડેવીડ વોર્નરે ૬૫ રનની આક્રમક ઈનીંગ રમી ક્રિકેટમાં પુનરાગમન કરી ૧૯મી ઓવરમાં રસેલે ૨૧ રન ફટકારીને મેચનું પરિણામ જ બદલી નાખ્યું તો ગીલે છેલ્લી ઓવરમાં ૨ સીકસર ફટકારી હતી.

આઈપીએલની સીઝનના પહેલા જ મેચમાં સુરેશ રૈનાએ પાંચ હજાર રન પૂરા કર્યાCricfitsuresh Raina Century

આઈપીએલના પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના બન્નેના નામ સૌથી પહેલા આઈપીએલમાં ૫ હજાર રનનો ટાર્ગેટ કોણ પુરો કરશે તેને લઈને તેમના નામ સામે આવ્યા હતા. ત્યારે વિરાટ કોહલી અને સુરેશ રૈના આ રેકોર્ડની ખુબજ નજીક આવ્યા હતા. પરંતુ સુરેશ રૈનાએ સૌથી પહેલા ૫ હજાર રનનો પોતાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

અત્યાર સુધીમાં વિરાટ કોહલી પાસે ૪૯૪૮ રન આઈપીએલના છે. ત્યારે તેને પણ પાછળ છોડી સુરેશ રૈનાએ તમામ રેકોર્ડ તોડયા છે. ૨૭ નવેમ્બર ૧૯૮૬ના મુરાદનગરમાં જન્મેલ સુરેશ રૈના બાળપણથી જ ક્રિકેટર બનવાનો શોખ ધરાવતા હતા. આજે તેને જબરદસ્ત બેટીંગ અને દરેક ફોર્મેટમાં જબરદસ્ત પરર્ફોમન્સ માટે ઓળખમાં આવે છે.

ભજ્જીમાં હજુ ઘણુ ક્રિકેટ બાકી છે !!!Bhajji

સી.એસ.કે.એ આર.સી.બી.ને હરાવવામાં ભજન હુકમનું પાનુ બન્યો !!

ઓફ સ્પીનર હરભજન ચેન્નઈ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં હુકમના એકકા સમાન પોતાનું પ્રદર્શન આપ્યું હતું. હરભજને ચેન્નઈના વિજય બાદ કહ્યું હતું કે, બેટીંગ માટે પીચ મુશ્કેલ હતી પરંતુ રમાઈ શકે તેવી હતી. કહી શકાય કે ભજનમાં હજુ ઘણુ ક્રિકેટ બાકી છે. સપાટ પીચ પર ૧૭૦ થી ૧૮૦નો સ્કોર થાય તેવી મેચો આપણે નિહાળી છે ત્યારે સાવચેતી પૂર્વક બેટીંગ કર્યું હતું. બેંગ્લોરની ટીમ પણ ૧૮૦ આસપાસની સ્કોર નોંધાવી શકી હોત. હરભજનના આઈપીએલના આ વખતેના શાનદાર પ્રદર્શનથી તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. 

રીષભ પંતે મુંબઈની બાજી બગાડી

Post Image Afdca3Fઆઈપીએલ ૨૦૧૯ની પ્રથમ મેચ ચેન્નઈ સામે આરસીબીની ટકકર જામી હતી. જેમાં ક્રિકેટના બે લીજેન્ડ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની આમને-સામને રહ્યાં હતા તો આઈપીએલની બીજી મેચમાં કોલકત્તા નાઈટરાઈડર્સ સામે સનરાઈઝ હૈદરાબાદનો રસાકસીનો મુકાબલો જોવા મળ્યો હતો ત્યારે આઈપીએલ ૨૦૧૯ની ત્રીજી મેચ દિલ્હી કેપીટલ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સે તેના જ હોમ ગ્રાઉન્ડ ઉપર દિલ્હીને ૩૭ રને હરાવી લીગમાં વિજયી શરૂ આત કરી હતી.

દિલ્હીએ આ પહેલા ૨૧૪ના ટાર્ગેટ સામે મુંબઈ ૧૯.૨ ઓવરમાં ૯ વિકેટે ૧૭૬ રને પહોંચી હતી. ત્યારે આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ૨૦-૨૦નો મુકાબલો થનાર છે. જેમાં રાજસ્થાનના મદાર કેપ્ટન રહાણેની સાથે સાથે સ્ટીવ સ્મીથ અને સ્ટોકસ જેવા વિદેશી ક્રિકેટરો જોવા મળશે. આઈપીએલ-૧૨માં કોલકત્તાએ પોતાની પ્રથમ મેચમાં હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું હતું. ત્યારે આવતીકાલે કોલકત્તા અને પંજાબ સામે આઈપીએલની જંગ જામનાર છે. જો કે ચેન્નઈમાં આઈપીએલની શરૂ આત સારી રહી ન હતી. કારણ કે પીચ ધીમી હતી અને તેના પર કેટલાક ટર્ન પણ હતા જેના લીધે બેટ્સમેન અને પીચની ઝડપનો યોગ્ય થઈ શકયો ન હતો. ત્યારે ચેન્નઈમાં ઓછા સ્કોરથી લોકો નિરાશ થયા હતા.

આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે ટકકર

ઈન્ડિયન પ્રિમીયર લીગ આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પ્રવાસી કિંગ્સ ઈલેવન પંજાબ સામે થશે. રાજસ્થાનનો મદાર કેપ્ટન રહાણેની સાથે સાથે સ્ટીવ સ્મીથ અને સ્ટોકસ જેવા વિદેશી ખેલાડીઓ આ મેચમાં રંગ ચમાવશે. જયારે અશ્ર્વિનની આગેવાની હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબની નજર ક્રિસ ગેઈલ અને લોકેશ રાહુલ જેવા ખેલાડીઓ ઉપર રહેશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ૮ વાગ્યાથી મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ મેચમાં ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવ સ્મીથે ૧ વર્ષના બ્રેક બાદ કમબેક કરી રહ્યો છે જેના કારણે તેના પુનરાગમન પર ઓસ્ટ્રેલીયન પસંદગીકારો પણ મીટ માંડીને બેઠા છે. ત્યારે કેપ્ટન રહાણે ઉપરાંત ભારતીય ખેલાડીઓ વર્લ્ડકપમાં પ્રવેશ મેળવવાની આશા અને પોતાની આવડતમાં પ્રદર્શન સાથે આઈપીએલની ખરાખરીની જંગમાં મેદાને ઉતરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.