Abtak Media Google News

મારા રૂપૈયામાં લાગી લુંટાલુંટ

ગુજરાતી ફિલ્મનું એક પ્રખ્યાત ગીત ‘મારા રૂપૈયામાં લાગી લૂંટાલૂંટ જેવી જ ભારતીય પૈસાની ટનાટન સ્થિતિ થઈ છે. ડોલર સામે રૂપિયો બાવન પૈસાની તેજી સાથે ૭૦.૭૨ રૂપિયાએ પહોંચ્યો છે. ત્યારે રાજનૈતિક અને સીમાકીય બનાવો માર્કેટની સ્થિતિ નિર્ધારીત કરી રહ્યાં છીએ. હાલ જે તંગદીલીનો માહોલ સરહદે છે તે કયાંકને કયાંક શેરબજારને અસર કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની નબળી સ્થિતિ અને ફુડના સ્થિર ભાવોના કારણે ધરેલું ચલણમાં તેજી આવતા રૂપિયો ૫૨ પૈસા મજબુત થઇ ૭૦.૭૨ સુધી પહોચ્યો હતો. ડોલર સામે રૂપિયાનો તેજીમાં ૧૦ પરિબળોએ રૂપિયાને મજબુત બનાવ્યો છે.

(૧) ફોરકેસ બજારની તેજીથી ધરેલું બજારમાં રૂપિયો ૭૦.૭૦ થી આગળ વધીને ૭૦.૭૨ સુધી પહોચ્યા બાદ ૫૨ પૈસાની તેજી સાથે ૭૧.૨૨ ની ઊંચી સપાટી પ્રાપ્ત કરી હતી.

(ર) ભારતીય રૂપિયાને બે દિવસથી ચાલી રહેલી ડોલરની નબળાઇનો લાભ મળ્યો હતો. સાથે સાથે પાકિસ્તાનનો તનાવ અને ભારતનો હાથ રહેતો રૂપિયો મજબુત થયો હતો.

(૩) પાકિસ્તાનના વડાપ્રધાને એકા એક સંસદના સંયુકત સત્રમાં ભારતના વાયુદળના કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુકત કરવાની જાહેરાત સાથે શાંતિ પ્રક્રિયાની આગળ વધારતા અર્થતંત્રની તેજીએ રૂપિયાને નવી સપાટી આપી છે.

(૪) આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયાની તેજી અને છ ચલણમાં ૦.૨૨ ટકા ના દરથી ૯૫.૯૪ ના વૃઘ્ધિ દરની સાથે અમેરિકાના ડોનોલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના કિંગમેન સાથેની કોઇપણ કરાર વિનાની પુરી થયેલી મુલાકાતની અસર દેખાય હતી.

(પ) ડોલરની નબળાઇ અને ધરેલું રીતે વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ અને ફ્રુડ ઓઇલના નીચા ભાવે તેજી તરફ આગળ ધપાવ્યું હતું.

(૬) દરિયા પારના રોકાણકારોના ૨.૩૧ બિલીયન ડોલરના રોકાણથી રૂપિયામાં તેજી આવી હોવાનો એચ.ડી.એફ.સી. સિકયોરીટી ના પી.સી.જી. અધિક્ષક વી.કે. શર્માએ જણાવ્યું હતું.

(૭) જીડીપીના ઓકટોમ્બરથી ડીસેમ્બરના જાહેર થયેલા આંકડામાં વેૃઘ્ધિદરની ૬.૬ ના અપેક્ષિત દરમાં રહેલી નબળી શરુઆત અને ખેતી અને ઔઘોગિક વૃઘ્ધિની અસરથી રૂપિયો ડોલર સામે મજબુત થયો હતો.

(૮) ચીનના નબળા ઉત્પાદન આંકડા અને ફ્રુડ બજારમાં ૦.૯૨ ટકા ની ગીરાવટ સામે બેરલના ૬૫.૮૩ ડોલરના ભાવની અસર રૂપિયામાં જોવા મળી છે.

(૯) ધરેલું બજારમાં નીચો વૃઘ્ધિદર રોકાણકારોનું રૂપિયા છુટ્ટા કરવાનું વલણ બી.એસી સેન્સેક્ષમાં ૦.૧૧ ટકાનું ધોવાણ, ૩૫.૮૬ ટકાનું તળયું. નીફટીમાં ૧૪ ટકા ના ધસારાથી ૧૦૭૯૨ ની સ્થિતિએ રૂપિયો મજબુત બન્યો છે.

(૧૦) વિદેશી મૂડી રોકાણના આંકડામાં મૂડી બજારમાં ૪૨૩ રૂપિયાના રોકાણના સંતોષ જનક આંકડાથી ડોલર સામે રૂપિયો બળવાન સાબિત થયો છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર રાજદ્વારી અને આર્થિક વૃધિધ દરમાં ભારતના ફુલગુલાબી પ્રતિભાવોએ રૂપિયાની સ્થિતિ મજબુત કરી છે. કહેવત છે કે હિંમતની કિંમત અને મરદાઇના મુછના વાળ ની કિંમત છે. ભારતના અચ્છે દિન ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.