Abtak Media Google News

પાલિતાણાને અહિંસા નગરી તરીકે જાહેર કરી છે: રૂપાણી

રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે

૧૦૮ થી વધુ સંઘો અને સંસ્થાઓએ કર્યુ ગુજરાતના મુખ્યમંત્રીનું ઐતિહાસિક સન્માનવિજયભાઇ રૂપાણીએ મેળવ્યાં રાષ્ટ્રસંતના આશીર્વાદ અને કર્યા સંયમીઓના સન્માન

જૈન ધર્મની ગરિમા અને ગુરુની મહત્તા દર્શાવતા રાષ્ટ્રસંત પૂજયના આગમનના વધામણા સમયે વિશાળ ડુંગર દરબારમાં જય જય નાદ ગુંજી ઉઠયો હતો જયારે ૯ -૯ દીક્ષાર્થીઓની વિનય વંદનાએ હ્રદયમાં અહોભાવ પ્રગટયો હતો. લુક અને લર્નના બાળકો દ્વારા ગુરુ ગુણગાન કરતું નૃત્યુ પ્રસ્તુતિ બાદ બૃહદ મુંબઇ વર્ધમાન સ્થ્ાા. જૈન સંઘના કાર્યવાહક પ્રમુખ સંજયભાઇ શાહએ સહુનું સ્વાગત કર્યુ હતું. આ અવરસની ધન્યતા અનુભવવા તેમજ ત્યાગ અને દયા ધર્મની અનુમોદના કરવા શાસ્ત્ર વિશારદ પૂજય મનોહરમુનિ મ.સા. વિરલપ્રજ્ઞા પૂજય વીરમતીબાઇ મહાસતીજી આદિ ઠાણા તેમજ રાજકોટ રોયલ પાર્ક સંઘના પ્રમુખ શ્રી ચં્રદકાંતભાઇ શેઠ, મનહર પ્લોટ સંઘના ડોલરભાઇ કોઠારી, ભાજપના મયુરભાઇ શાહ, જીતુભાઇ બેનાણી, મિતલભાઇ ખેતાણી અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઇભરના અનેક જૈન સંઘોના પદાધિકારીઓ વિશેષ  ‚પે પધાર્યા હતા.

આ અવસરે પ્રકાશભાઇ મહેતા (હાઉસીંગ મીનીસ્ટર) ગોપાલભાઇ શેટ્ટી (એમ.એલ.એ.) યોગેશભાઇ સાગર (એમ.એલ.એ.) વિનોદભાઇ તાવડે (એજાનેશન મીનીસ્ટર) એકનાથજી શિંદે (મીનીસ્ટર) રાકેશભાઇ શાહ (એમ.એલ.એ. એલિસ બ્રીજ અમદાવાદ) બીનાબેન દોશી, રામભાઇ બારોટ, હરીશભાઇ છેડા પઘાર્યા હતા.

મને શુઘ્ધ અને પવિત્ર બનાવતી, આધિ, વ્યાધિ અને ઉઘાધિને નિવારતી મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્ત્રોત્રની સિઘ્ધી સાધના જયારે શુભ યોગના શુભ નક્ષત્રમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ બ્રહઘ્વની સાથે પ્રારંભી કરી ત્યારે આત્મસાત કરેલાં મંત્રોચ્ચારના નાભિના નાદે દિવ્યતા પ્રસરી હતી. ત્રણ તબકકાની આ સાધનાનો લાભ માન. મુખ્યમંત્રીને મળતા અલગ અનુભુતિ સાથે ભાવિત થયાં હતા.

સંત પ્રત્યેુ ભકિતભાવના અને પ્રભુ પથગામી બનનારા દીક્ષાર્થીઓ પ્રત્યેની અમોભાવથી પ્રેરિત સરળ હ્રદયી ગુજરાતના ગૌરવ એવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી માન. વિજયભાઇ ‚પાણી પધારતા ઉત્સાહી અર્હમ યુવા સેવા ગ્રુપના યંગસ્ટર્સએ એમનું માન ભર્યુ અભિવાદન કર્યુ હતું. જયારે પ્રદીપભાઇ દોશી, ગૌરાંગભાઇ મેઘાણી, પરેશભાઇ શાહ, જયભાઇ દેસાઇ, કુનાલભાઇ ભાયાણી, ખુશમનભાઇ દોશી, પ્રદીપભાઇ મહેતા, દેવાંગભાઇ બાવીશીએ મંગલ ભાવો સાથે અષ્ટ મંગલના પ્રતિક સાથે એમને સદગુરુના સાંનિઘ્યે લાવ્યા હતા. કુમારિકાએ ભાલે તિકલ કરી વધામણા કર્યા હતા.

લાંબા રેમ્પ ઉપર સમત્સ કાઠિયાવાડ જૈન સમાજના જિગરભાઇ શેઠ, અનીલભાઇ ભાયાણી, જયેશભાઇ શેઠ, પ્રવિણભાઇ પારેખ, વી.પી. મહેતા-જામનગર, ફાલ્ગુનભાઇ ગાંધી દ્વારા અને મઘ્યમાં ઝાલાવાડ સ્થા. જૈન સભાના અનીલભાઇ સંઘવી, અશોકભાઇ તુરખિયા, મીનેશભાઇ શાહ, સુનીલભાલ શાહ, મહેશભાઇ વોરાએ અને અંતમાં કચ્છી જૈન સમાજના નાગજીભાઇ રીટા, ધર્મેશભાઇ નિસર, શાંતિલાલભાઇ કારીઆ, ચંપકભાઇ નંદુ,રમેશભાઇ શાહ દ્વારા માન. મુખ્યમંત્રીનું સ્નહભર્યુ સન્માન કર્યુ હતું.

આત્મવિકાસ સાથે રાષ્ટવિકાસ પણ જેમનું લક્ષ છે એવા રાષ્ટ્રસંત પુજનએ ફરમાવ્યું હતું કે, વિજયભાઇ સંસાર ત્યાગી દીક્ષાર્થીઓ પ્રત્યેના અહોભાવના કારણે દીક્ષા અમદાવાદમાં થાય એવા આમંત્રણના ભાવો સાથે પધાર્યા છે. આ સરળ આત્મામાં અહિંસા અને સમતાના ગુણો છે. જેના કારણે તેમણે સત્તા પર લગામ મુકવાનો પુ‚ષાર્થ કર્યો છે. અબોલ જીવોને અભયદાન આપવાના પ્રેરક કાર્યો કર્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સતકાર્યો માટે ખભ્ભે ખભ્ભા મિલાવી સપોર્ટ કરી રહ્યાં છે. ત્યારે એમની જીદવયાની સદભાવનાં અમારા હ્રદયને પણ સ્પર્શી ગઇ અને આ જીવદયા રત્ન સન્માન સમારોહ સહજતાથી યોજાઇ ગયો.

આ સાથે જયારે ૧૦૮ થી વધુ સંઘો અને સંસ્થાઓ એક જીવદયા પ્રેમીને જીવદયા રત્ન ના ગૌરવવંતા અને ભાવવાહી પદથી સન્માનિત કરતા હોય તે દ્રશ્ય કેવું વિરલ અને અદભુત હોય !

પ્રથમ સ્વપ્નીલભાઇ મકાતી, મુલરાજભાઇ છેડા, દર્શકભાઇ ‚પાણી, દીપકભાઇ નિસર અને બંદિશભાઇ અજમેરાએ વિજયભાઇ પદવીની ગરીમા વધારતો સાફો પહેરાવી સન્માન કર્યુ હતું. ત્યારબાદ મહાસંઘ પ્રમુખ પરાગભાઇ શાહ, કાર્યવાહક પ્રમુખ સંજયભાઇ સંઘવી, મુકેશભાઇ કામદાર, મનીષભાઇ અને ખીમજીભાઇ છાડવાએ એમને જીવદયા રત્નની પદવી અર્પણ કરી  અને વાતાવરણ હર્ષ હર્ષના જયનાદ સાથે ગુંજી ઉઠયું હતું.

રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબે જયારે એમને જીદદયા રત્ન પ્રતિક દ્વારા એમની જીવદયા ભાવનાનું સન્માન કર્યુ ત્યારે એક તરફ શંખનાદ અને હર્ષ હર્ષનો નાદ એવો બુલંદ બન્યો હતો જાણે એમાં અભયદાન પામેલા અબોલ જીવોની ખુશી પણ ભળી ગઇ હોય, તો બીજી તરફ આટલી આત્મિયતા, વિજયભાઇની આંખો પણ ભીની થઇ ગઇ હતી.

રાષ્ટ્રસંત પૂજય એ જીદવયા પ્રેમી વિજયભાઇને આર્શીવાદ આપણાં જણાવ્યું હતું કે ગુજરાતના શાસનમાં નિર્વિઘ્ન પણે એવી સેવા અને ભકિત કરો જે સર્વ માટે સુખકારી, શ્રેયકારી અને કલ્યાણકારી બની રહે, પદ ચાહે મેયરનું હોય, ચાહે મુખ્યમંત્રીનું પદ શોભે છે. ત્યારે, જયારે અહંકારનું મૃત્યુ થાય છે. અને નમ્રતા પ્રગટી જાય છે.

માન. વિજયભાઇએ મનોભાવ પ્રગટ કરતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી બન્યા પછી મુંબઇમાં પહેલા કાર્યક્રમ જે સમગ્ર દેશમાં જૈન ધર્મને પ્રતિષ્ઠિત કરવા પુ‚ષાર્થ કરી રહ્યાં છે. એવા રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજના આર્શીવાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો.

રાજ દંડ પર ધર્મ દંડ એ ભારતની સંસ્કૃતિ છે. સંતો, મહંતો અને ગુરુદેવોના અશીર્વાદથી જે રાજ ચાલે તે યોગ્ય દિશામાં હોય.

જીવદયામાં ગુજરાત પ્રથમ છે.  એવા ગુજરાતના અમદાવાદમાં પ્રત્યેક જીવ માત્ર પ્રત્યેની દયા રાખનારા, સંયમ માર્ગે જનારા આ નવ નવ મુમુક્ષઓની દીક્ષા માટે સમસ્ત ગુજરાત થનગની રહ્યું છે.

ચીફ મીનીસ્ટરનું પદ એ અમારી પ્રતિષ્ઠા નથી પણ અમારા માટે પડકાર છે. આ ગાંધી, સરદાર, નર્મદા, હેમચંદ્રચાર્ય, રતિગુરુ અને નમ્રગુરુના ગુજરાતને સમૃઘ્ધ બનાવવા આ પડકારના પાર પાડવા અમે આગળ વધીએ છીએ. જયારથી સત્તાના સુકાન સંભાળ્યા છે. ત્યારથી સત્તાના મદમાં પ્રજા સાથેનો નાતો દુર ન થાય તેની સાવધાની રાખી છે.

રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના આશીર્વાદ અમારી શકિત બની રહે. સંયમીઓના દર્શનથી હું ધન્ય બન્યો છું, હવે ગુજરાત ગૌરવવંતુ બને એ જ ભાવના છે.

આ અવસરે ખાસ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના અશીર્વાદ લેવા પધારેલ શ્રી અંજલીબેન ‚પાણી તો આવો માહોલ જોઇને નિ:શબ્દ થઇ ગયા હતા. પૂજય ગુરુદેવના દર્શન અને સાંન્ધિયથી અવર્ણનીય અનુભૂતિ સાથે ધન્ય બન્યા હતા. તો દીક્ષાર્થીઓની લાઇફને પરિવર્તિત કરતી એમની કહાનીને એમના જ શબ્દોમાં સાંભળી, એમના ત્યાગ  ભાવથી પ્રભાવિત થયાં હતાં.

આ અવસરે તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના જીવનનું દર્શન કરાવતા આરાઘ્યમ ગ્રંથનું લોકાપર્ણ કરતાં શ્રી વિજયભાઇએ ધન્યતા અનુભવી હતી.

અર્હમ યુવા ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ૧૦૮ પાણીની પરબના મેગા પ્રોજેકટનું વિજયભાઇ ‚પાણીએ ઉદધાટન કરી અર્હમ ગ્રુપની માનવતા અને જીવદયાના સતકાર્યોની પ્રશસ્તિ કરી. નાયક જો લાયક હોય તો સંઘ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નત કરી શકે: નમ્રમુનિ મહારાજ સાહેબ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.