Abtak Media Google News

આગામી પાંચ વર્ષમાં ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ ૨૫ લાખ ઘરોમાં પાણી પહોંચાડવું “અઘરું  ૫ણ “અશકય નથી !

નળ દ્વારા પાણી વપરાશની સંખ્યા નકકી કરવા સર્વે થશે

જૂના સમયમાં દીકરી માટે જમાઈ શોધતી વખતે જોવામાં આવતું હતુ કે ઘરના ઘર છે, ઘરમાં નળ છે અને છોકરો લાઈનસર છે. જેથી દીકરી સાસરે દુ:ખી ન થાય. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે લોકોની ઘરના ઘર અને ઘરમાં નળની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કમર કસી છે. કેન્દ્ર અને રાજય સરકારે લોકોને ઘરના ઘર આપવા આવાસ યોજનાઓ તથા દરેક ઘરોમાં નળથી પાણી આપવા ‘નલ સે જલ’ યોજના હાથ ધરી છે.પરંતુ હજુ રાજયના ૨૫ લાખ ઘરોમાં નળથી પાણી મળતુ નથી. જેથી, ‘નલ સે જલ’ યોજનાને આગામી પાંચ વર્ષમાં સાકાર કરવારૂપાણી સરકારે મથવું પડશે.રૂપાણી સરકાર જે રીતે ધડાધડ નિર્ણયો લઈ રહી છે. તેને જોતા આ લક્ષ્યાંક અધરો છે. પરંતુ અશકય નથી.

ગુજરાત સરકારના અંદાજ અનુસાર, રાજ્યના આશરે ૨૫ લાખ ઘરોમાં નળ દ્વારા પાણી અપાતું ની. ૨૦૧૧ની વસતી ગણતરીના પ્રકાશિત કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે ગુજરાતમાં ૧૫.૬ લાખ ઘરો છે, જેમા પાઈપ લાઈની હજુ પાણી પહોંચતું નથી. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ‘નલ સે જલ’ યોજનાની જાહેરાત કરી છે, જેનો હેતુ આગામી પાંચ વર્ષમાં તમામ પરિવારોને નળી પાણી પૂરો પાડવાનો છે.

જો કે, રાજ્ય સરકારના અંદાજ મુજબ નળ કનેકશન વગર ઘરની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. પાછલા દાયકામાં વસ્તીમાં નોંધપાત્ર વધારો એ આ વધારાનું મુખ્ય  કારણ છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે નળ દ્વારા પીવાના પાણી ન મળતા ઘરોની સંખ્યા નક્કી કરવા માટે સમગ્ર રાજ્યમાં એક વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે આગામી સપ્તાહથી શરૂ થવાની ધારણા છે.

અમે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોને આવરી લઈશું. આ સર્વેક્ષણમાં ભૂગર્ભજળ, તળાવો અથવા પંચાયત, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવા સ્થાનિક સ્રોતોની સૂચિ પણ સૂચિબદ્ધ થશે.

અહેવાલના આધારે, બધાને નળ દ્વારા પીવાના પાણી પૂરા પાડવાની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ તાજેતરમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં ૧૦૦% ઘરોને નળ દ્વારા પાણી પહોંચાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલી ‘નલ સે જલ’ પર ત્રણ દિવસની વર્કશોપમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૪ સુધીમાં વડાપ્રધાન દ્વારા નળ દ્વારા પીવાના પાણી પહોંચાડવાની જાહેરાત  કરી છે.

રાજ્યમાં ૨૦૨૪ પહેલા નળ દ્વારા દરેક ઘરોમાં પાણી પહોંચાડવામાં આવશે અને તે માટે ટૂંક સમયમાં આયોજન ઘડી કાઢવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.