Abtak Media Google News

ચાર પ્લેન ઉભા રહી શકે તે માટે બનાવાશે એપ્રોલ પાર્કિંગ: ટર્મિનલ બિલ્ડીંગ મોટી કરવા અને સામાન ફેરવવામાં સરળતા રહે તે માટે ક્ધટેનર વધારવાનો નિર્ણય

નવા એરપોર્ટના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ જુના એરપોર્ટમાં મુસાફરોની સુવિધા માટે રન-વે અને ટર્મિનલની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે. જુના એરપોર્ટમાં ચાર પ્લેન ઉભા રહી શકે તે માટે એપ્રોલ પાર્કિંગ બનાવવા અને

ટર્મિનલ બિલ્ડીંગ મોટી કરવા તથા સામાન માટે ક્ધટેનર વધારવા માટે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરાઈ છે.

આ મામલે અબતકને બી.કે. દાસ (ડાયરેકટર ન્યુ) એ જણાવ્યું હતું કે, જુના એરપોર્ટ પર રન-વે શોર્ટ છે. જયારે તે રન-વે મોટુ કરવા માટે સ્પેસ નથી પરંતુ પ્લેન હાલમાં આ એરપોર્ટ પર બે જ ઉભા રહી શકે છે પરંતુ હવે આગામી દિવસોમાં એપ્રોલ પાર્કિંગ પ્લાન રજુ કરવામાં આવશે. જેમાં બે પ્લેન મોટા અને બે પ્લેન નાના ઉભા રહી શકે. ટર્મિનલ બિલ્ડીંગ એકસ્પાન્શન પ્રોજેકટ માટે હાયર ઓથોરિટીને રજુ કરવામાં આવશે.

તેમણે એરપોર્ટમાં સર્જાતી મુશ્કેલી અંગે કહ્યું કે, બોરા સિરીઝનું પ્લેન આવે છે.જે કેટેગરી સીઆરકેટીઆર-૩૨૦ એ બંનેને રાખવા માટે જે એપ્રોલ છે એ ટુકો પડે છે. ટર્મિનલ બિલ્ડીંગને ૨૦૦ પેસેન્જરને એક જ સમયે ન રહી શકે એ કેપેસીટી છે. બે ફલાઈટ એક સમયે નથી આવી શકતી. પેસેન્જરને ઈન્ક્ધવીનીયન્સ ન રહે એ માટે એક ફલાઈટ આવે ત્યારબાદ બીજી ફલાઈટ આવે તેવા પ્રયત્નો કરે છે.

ટર્મિનલ બિલ્ડીંગમાં ૨ ક્ધપેનર બેગ છે. જે પેસેન્જર પ્લેનમાંથી ઉભર્યા પછી લઈ શકે છે એ ઓટોમેટીક નથી, મેન્યુઅલી છે. ટર્મિનલ બિલ્ડીંગ નાનું છે માટે ૩ ક્ધપેનર બેગ ન રાખી શકે એ માટે હાયર ઓથોરિટીને રજુઆત કરી છે.

ગ્રીન ફીલ્ડ એરપોર્ટ આકાર લેશે. એટીઆર૧૭૨ તેની કેપેસીટી ૮૯ થી ૯૦ ૨ એટીઆર ઓપરેટ કરવામાં આવે દિલ્હીથી પહેલાની જેમ તો રાહત મળે લોકોને કનેકટીવીટી બોમ્બેથી રાજકોટની કનેકટીવીટી છે. ૩ ફલાઈટ છે. દિલ્હીમાં નાની કનેકટીવીટી રાજકોટ સાથે મળશે. નવુ એરપોર્ટ બનતા ૪ થી ૫ વર્ષ લાગશે ત્યાં સુધી જુના એરપોર્ટ પર બધી સગવડતાઓ ફલાઈટમાં વધારો તેવા પ્રયત્નો કરશે. રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની જ છે. ઘણી ગુણવતા (પોટેન્શયલ) અહીં છે. દિલ્હીની ફલાઈટ ઓપરેટ તેમજ મુંબઈ આ બધામાં ફલાઈટમાં વધારો કરવાનો પ્રયત્ન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.