Abtak Media Google News

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી: હજારો લોકોએ એકતા દોડ સાથે સરદાર વલ્લભભાઇ પટેલને અર્પી શ્રદ્ધાંજલિ

લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતિની આજે દેશભરમાં એકતા દિવસ તરીકે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ તમામ શહેરોમાં રન ફોર યુનિટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બહુમાળી ભવન ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી હતી જેમાં ૫૦૦૦થી વધુ લોકોએ એકતા માટે દોડ લગાવી હતી અને એકતાના શપથ લીધા હતા.

Dsc 0245 Dsc 0243

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.ફાન્સ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ, મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશભરમાં એકતાદિવસની ઉજવણી થઈ રહી છે. ધનસુખભાઇ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સરદાર પટેલનો જન્મ દિવસ છે ત્યારે તેમને શ્રઘ્ધા સુમન આપવા માટે દેશભરમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રન ફોર યુનીટી એકતા યાત્રાની દોડ છે. ત્યારે ગુજરાતભરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં તમામ જીલ્લા સેન્ટર પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 10 31 12H40M52S209 Vlcsnap 2019 10 31 12H41M12S145

રાજકોટ મહાનગરપાલિકામાં પણ સુંદર કાર્યક્રમ યોજાયો. વિશ્વભરમાં જે નામ સાથે સરદારને શ્રઘ્ધાંજલી આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી બનાવીને ત્યારે લાખ લાખ અભિનંદન સાથે રાજકોટનો કાર્યક્રમ ખુબ સુંદર રહ્યો છે. કલેકટર રેમ્યા મોહનએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. એ દિવસે ખાસ રનફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ નાગરીકો, અધિકારીઓ, સ્ટાફ અને શાળાના વિઘાર્થીઓ બધાને અહીં આમંત્રણ આપવામાં આવેલું હતું. ખુબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે. એ બદલ બધાનો હું આભાર માનું છુ. ખાસ રાષ્ટ્રીય એકતાની થીમ ઉપર બધા એકસાથે દોડે એ રીતનું આખુ આજે આયોજન છે.

સરદારનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરૂ કર્યું: મુખ્યમંત્રી

Img 20191031 Wa0055 Img 20191031 Wa0107

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરદાર જ્યંતીએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પતા કહ્યું કે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે અમદાવાદના નગરવાલા સ્ટેડિયમ ખાતેથી એકતા દોડના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ કલમ ૩૭૦ દુર કરી કાશ્મીરને ભારતનો ભાગ બનાવી સરદાર સાહેબનું અધુરુ કામ પુરુ કર્યું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની આજની કેવડિયા ખાતેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે સરદારની જ્યંતી પ્રસંગે એકતા દિવસે વડાપ્રધાનશ્રી ગુજરાતની ધરતી પર છે તે આનંદની વાત છે.

તેમણે ઉમેર્યું  કે વડાપ્રધાનએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા  સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી સરદાર પટેલને વિશ્વ ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનએ અપના દેશ, અપની નીતિના સૂત્રને સાકાર કર્યું છે અને દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે આપણે સૌએ જાતિ,જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠી એક ભારતીય બનીને રહેવું જોઈએ અને દેશ માટે જીવી જાણવું જોઈએ.

મુખ્યમંત્રી અને મહાનુભાવો એ દેશની એકતા માટે સૌને થવાના એકતા શપથ પણ લેવડાવ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે આજનો આ પ્રસંગ ઐતિહાસિક છે. કારણ કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતુ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ એ કલમ ૩૭૦ રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે.

અમદાવાદ શહેરના મેયર બીજલબહેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૌને રાષ્ટ્રીય એકતાના આ અવસરમાં જોડાવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં રન ફોર યુનિટી કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે અને જિલ્લા મથકોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે.

આ સંદર્ભે  યોજાયેલી આ એકતા દોડમાં પોલીસ જવાનો, રમતવીરો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી,અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, પોલીસ કમિશનર આશિષ ભાટીયા, અમદાવાદ ગ્રામ્યના એસ.પી. રાજેન્દ્ર અસારી, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.