Abtak Media Google News

જૂનાગઢ પાલિકાના કમિશનર તુષાર સુમેરાના વિચારને લોકોએ ભવ્યતાથી આવકાર્યો

દસ હજારથી વધુ લોકોએ ક્લિન જૂનાગઢ, હેરિટેજ જૂનાગઢ, બેટી બચાવો બેટી પઢાવો, સહિતના ઉમદા વિચારોને આવકાર્યા

જુનાગઢ  મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી જેની તૈયારી ચાલુ હતી તેવી  રન ફોર ક્લીન જુનાગઢ માટે આયોજિત મેરેથોન ગઈકાલે સંપન્ન થઇ હતી આ મેરેથોનમાં ૧૦,૦૦૦ થી વધુ સ્થાનિક સહિતના ભારતભરમાંથી આવેલા યુવાનો, મહિલાઓ, બાળકો, વૃદ્ધ, સહિતના લોકો જોડાયા હતા સાથે સવારના ૦૫:૩૦ કલાકે ઉત્સાહથી દોડ પણ લગાવી હતી

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર રન ફોર કલીન  જૂનાગઢ  માટે આયોજિત મેરેથોન ગઈકાલે સંપન્ન થઇ હતી ૧૦,૦૦૦ થી વધુ સ્પર્ધકોએ ૨૧ કિલોમીટર ૧૦ કિલોમીટર પાંચ કિલોમીટર તેમજ એક કિલોમીટર માટે મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા ઉમદા વિચાર ને આવકારી રન ફોર  ક્લીન જુનાગઢ હેરિટેજ જુનાગઢ બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ આપવા દોડ લગાવી હતી આ મેરેથોનમાં સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાંથી લગભગ ૧૦,૦૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ૨૧ કિલોમીટર માટેની સ્પર્ધામાં મહારાષ્ટ્રના દિનેશ ગુરુનાથ માત્રે પ્રથમ રહ્યા હતા તેમણે ૧ કલાક ૧૨ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી મહિલાઓમાં પ્રિન્સી ઝાંખર ૧.૨૫ કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી આ ઉપરાંત સ્પર્ધાના પ્રથમ પાંચ સ્પર્ધકોના પુરસ્ક્રૂત કરવામાં આવ્યા હતા જૂનાગઢ મેરેથોનમાં સતત ૨૧ કી.મી.દોડ્યા જીલ્લાપોલીસવડા સૌરભ સિંઘે પણ ભાગ લીધો હતો અને તેઓએ પુરા

૨૧ કિલોમીટર મેરેથોન પૂર્ણ કરી પોલીસ બેડા માટે ફીટનેશનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું  અને જૂનાગઢ પોલીસ બેડામાં કાર્યરત તમામ પોલીસ કર્મીઓને ફિટનેસની કેટલી જરૂર છે અને સાથે સાથે કાયદો વ્યવસ્થા માટે ફિટનેસ કેટલી જરૂરી છે તેની વાતો નહીં પરંતુ મેદાનમાં ઉતરી જૂનાગઢના આ ઉચ્ચ  અધિકારીએ સાર્થક કર્યું હતું જિલ્લા પોલીસવડાએ ૨૧ કી.મી. દોડીને ફિટ રહેવા માટે મેસેજ આપ્યો હતો માત્ર પોલીસ માટે જ નહિં પરંતુ સમાજનાં તમામ લોકોએ પણ પેલુ સુખ તે જાતે નર્યા ની ઉકતીને સાર્થક કરવી જરૂરી છે.

Img 20200203 100352

આ અંગે પોલીસવડા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લગભગ ૭વર્ષ પછી હાફ મેરેથોન દોડ્યો છું. અને ઈચ્છા હતી કે ૨૧ કી.મી નોન સ્ટોપ દોડવી છે.અને મેરેથોન દોડમાં શારીરિક કરતા માનસિક ક્ષમતા વધુ જરૂર પડે છે.તેમજ પ્રેકટીસ વગર દોડવામાં વધુ તકલીફ થઈ છે. અને આજે આ મેરેથોનમાં ૧૦ કી.મી. પછી પગ જામ થઈ ગયા અને ૧૭ કી.મી. પછી મારા ડાબા પગમાં ઘણો દુખાવો ચાલુ થઈ ગયો હતો છતાં હું વગર રોકાયે દુખાવો થતો હોવા છતાં ચાલીને નહિ પરંતુ દોડીને આ હાફ મેરેથોન પુરી કરવા માંગતો હતો. અને સ્વયં પ્રેરીત થઈને લક્ષ્યને ધ્યાનમાં રાખી દોડીને ૨૧ કી.મી.ની દોડ પુરી કરી હતી. આ દોડ પુરી કરીને હું ખૂબ સંતુષ્ટ છું અને ખુબજ ખુશ છું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આજે પોલીસ બંદોબસ્ત હતો જેથી તેમાં જોડાયેલા પોલીસ સ્ટાફ તેમજ પોલીસની કામગીરીથી પણ મને ખુબજ ગર્વ છે. અને આખા ૨૧ કિ.મી.નો રૂટ ઉપર ખડે પગે રહીને સવારના ૫:૦૦ વાગ્યાથી કોઈ પણ સ્પર્ધકોને વાહન નડે નહીં અને સ્પર્ધકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પ્રયત્નશીલ રહીને ફરજ બજાવી તે બદલ તમામ સ્ટાફ માટે હુ મારા તમામ પોલીસવીરોને ખુબ અભિનંદન પાઠવુ છું.

તેમજ મીડિયાકર્મીઓનો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસની સાથે સાથે મીડિયાકર્મીઓ પણ સવારથી સરસ રીતે કામગીરી કરી તે બદલ અભિનંદન પાઠવુ છું.

આ ઉપરાંત જૂનાગઢ ના રાજકીય આગેવાનો અને અધિકારીઓ મેરેથોન માં જોડાયને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા એક તબક્કે જૂનાગઢની જનતાએ ભવનાથ વિસ્તારમાં વધુ એક સ્વયંભુ મેળા જેવા માહોલ માં ઉપસ્થિત રહી કમિશનર તુષાર સુમેરાના વિચારને વધાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.