Abtak Media Google News

મનોદિવ્યાંગ કેટેગરીમાં રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના બાળકો ઝળકયા

અમદાવાદ ડીફેન્ડર્સ, સ્પેશ્યલ ઓલ્મ્પિક ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત તથા અમદાવાદ વોલીબોલ એસોસીએશન દ્વારા આજરોજ દ્વારકા ખાતે ચેરીટી રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરાયું હતું. દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન, ગીતા મંદિર પાસેથી સવારે ૭ કલાકે ચેરીટી રન ફોર યુનિટીની શરૂઆત કરાઈ હતી. જેમાં સામાન્યકક્ષા માટે પાંચ કિમીની દોડમાં પ્રથમ ક્રમે મહીડા સૌરવ રામભાઈ, દ્વિતીયક્રમે શેખ રીઝવાન આમદભાઈ તથા તૃતીય ક્રમે ઠાકર મનીષ ભાનુશંકરભાઈ વિજેતા બન્યા હતા. દિવ્યાંગ કેટેગરીમાં યોજાયેલ એક કિમીની દોડમાં રાધે ડીફરન્ટલી એબલ્ડ સંસ્થાના જ દર્શન બી.ટોપીવાલા (પ્રથમ), વૈભવ અખેન.પરમાર (દ્વિતીય) તથા રમેશ આર.સોની (તૃતીય) ક્રમે વિજેતા બનતા તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરાઈ સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્થાનીય પોલીસ, ૧૦૮ની તબીબી ટીમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો તેમજ સ્થાનીય અગ્રણીઓ તથા સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.