સહકારી શેત્રની બેંકોના વહીવટ ને પારદર્શક અને સુદ્રઢ બનાવવા નિયમોમાં ફેરબદલ કરાશે : નાણામંત્રી

સોમાસુ સત્ર દરમિયાન દેશના નાણામંત્રી નિર્મલા સીતારામે માહિતી આપતા જણાવ્યું હતું,કે સહકારી શેત્રની બેંકોમાં અનેક વિધ લોકોના નાણાં રહેલા છે, જે થાપણોને સુરક્ષિત કરવા અને સહકારી શેત્રની બેંકોના વહીવટને પારદર્શક બનાવા માટે બેન્કિંગ શેત્રમાં નવા નિયમનો બનાવમાં આવશે . જે માટે સરકાર બેન્કિંગ માટે નવું વિધેયક પણ આગામી સમયમાં લાવશે. કોર્પોરેટ બેન્કોની સ્થિથી સુધારવા માટે નાણામંત્રાલય દ્વારા કોર્પોરેટ બેંકો માટે વિધેયક બહાર પાડવામાં આવ્યો હતો, પરિણામ રૂપે બેન્કોની સ્થિથીમાં પણ અનેક ઘણો સુધારો પણ જોવા મળ્યો છે. યોગ્ય વહીવટના અભાવે બેંકોના એનપીએમાં પણ અનેક ઘણો વધારો જોવા મળ્યો છે.

વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૦ સુધીમાં સહકારી બેંકોના એનપીએ માં અસરે ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. વધુમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામ એ જણાવ્યું હતું કે આ સમય ગાળા દરમિયાન ગ્રામીણ સહકારી બેન્કોએ લઘુતમ ભંડોર એકત્રિત કરવાનું હોય તે કરવામાં નિષ્ફર નીવડી હતી. આ તમામ પરિસ્થિથીને ધ્યાને લઇ સરકાર ને નાણામંત્રાલય આગામી સમયમાં સહકારી બેંકો માટે નવા નિયમો લાવી રહી છે.નાણાં પ્રધાન સીતારામણે આ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ બેંક કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આવે છે ત્યારે તેમાં જમા કરાયેલા લોકોની મહેનતથી મેળવેલા નાણા કટોકટીમાં ફસાઈ જાય છે. તેમણે કહ્યું કે દેશની ૨૨૭ શહેરી સહકારી બેંકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. નિર્મલા સીતારામે જણાવ્યું હતું કે, સરકાર કોંગ્રેસ અને અન્ય વિપક્ષોના સાથ સહકારથી સહકારીબેન્કો માટે નવો વિધેયક લાવી શકે છે. તેમના જણાવ્યા મુજબ સરકાર સહકારી બેંકો અને સહકારી મંડળીઓને વધુ વિકસિત અને મજબૂત બનાવવા માટે અને દેશના અર્થતંત્ર ને વેગવંતુ કરવાં માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સિવાય, ૧૦૫ સહકારી બેંકો છે, જેની પાસે લઘુતમ નિયમનકારી મૂડી પણ નથી. તે જ સમયે, ૪૭ સહકારી બેંકોની નકારાત્મક નેટવર્થ છે. તે જ સમયે, ૩૨૮ શહેરી સહકારી બેંકોની કુલ બિન-પરફોર્મિંગ એસેટ્સ (ગ્રોસ એનપીએ) ૧૫ ટકાથી વધુ છે.

નિર્મલા સીતારામને સોમવારે સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે નિવેદન આપતા જણાવ્યું હતું કે , જાહેર ક્ષેત્રની બેંકો(ઙજઇત)ને પુન: મૂડીરોકાણ બોન્ડ દ્વારા રૂ. ૨૦,૦૦૦ કરોડ આપવાની સંસદની મંજૂરી માંગી છે. સરકારનું કહેવું છે કે સરકારી બેંકને આ પગલાથી મોટી રાહત મળશે.

Loading...