Abtak Media Google News

પીએમ અને સીએમના મહાકાય કટ આઉટ શહેરીજનોમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર: સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ:રેસકોર્ષ રિંગરોડ પર જાણે રાત્રે દિવસ ઉગ્યો હોય તેવો અદભૂત નજારો

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની યોજનાના લોકાર્પણ માટે આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઈને આવકારવા શહેરીજનોમાં ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે. રાજમાર્ગો પર નયનરમ્ય રોશની કરવામાં આવી છે. પ્રધાનમંત્રી અને મૂખ્યમંત્રીના મહાકાય કટ આઉટ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લાજવાબ લેસર-શો પણ અદભૂત દ્રશ્યો ખડા કર્યા છે. રાજકોટમાં જાણે ચાર માસ વહેલી દિવાળી આવી ગઈ હોય તેવો અદ્વિતીય માહોલ જામ્યો છે.

રાજકોટવાસીઓની વર્ષો જૂની પાણીની સમસ્યા હલ કરવા રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી છલકાવી દેવાની મહત્વકાંક્ષી યોજનાનું આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં ભારે જલજલો ઉભો કરવામાં આવ્યો છે. આખા શહેરની જાણે સુરત જ ફરી ગઈ હોય

તેવું લાગી રહ્યું છે. ગઈકાલથી શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે અને પારેવડી ચોક ખાતે લેસર શોનો આરંભ કરવામાં આવ્યો છે. જે સતત ચાર દિવસ સુધી રાત્રે ૯ થી ૧૧ સુધી ચાલશે પ્રથમ દિવસે જ લેસર શોને નિહાળવા માનવ મેદની ઉમટી પડી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જયાં રોડ શો યોજવાનો છે તે રોડ શોના ‚ટ આજી ડેમથી એરપોર્ટ સુધીના રસ્તા પર આંખોને આંજી દેતી ભવ્ય રોશની કરવામાં આવી છે. ૪૦ થી વધુ સર્કલોને રાજય સરકારની વિવિધ યોજનાના થીમ પર શણગારવામાં આવ્યા છે.

લોકો પીએમ તથા સીએમ સાથે સેલ્ફીલઈ શકે તે માટે અલગ અલગ ૧૫ સ્થળોએ નરેન્દ્ર મોદી અને વિજયભાઈ ‚પાણીના મહાકાય કટ આઉટ મૂકવામાં આવ્યા છે. ૧૫ સ્થળોએ એલઈડી મારફત રાજય સરકારની વિવિધ યોજનાઓ પ્રસારિત કરવામા આવી રહી છે. મેયર બંગલો, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ કમિશનર કચેરી, કોર્પોરેશન કચેરી, સરકીટ હાઉસ સહિતની સરકારી ઈમારતો તમામ અન્ડર તથા ઓવરબ્રીજ મુખ્ય પૂલ શણગારવામાં આવ્યા છે.

આજથી સતત ત્રણ દિવસ બેડીપરા સ્થિત પટેલવાડી ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે આજે આજી ડેમ ખાતે રાત્રે બોલીવૂડના જાણીતા પ્લેબેક સીંગર અંકિત તિવારીની મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ મહિલા મોરચા દ્વારા ૫ હજાર દિવડા સાથે ૫ હજાર દિવડાની મહા આરતી કરવામાં આવશે ત્યારે આવતીકાલે આજી ડેમ ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવશે.જાણે દિવાળી આવી હોય તેવો અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.