Abtak Media Google News

રૂડાની બોર્ડ બેઠકમાં અલગ અલગ ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો: કોર્પોરેશનની હદમાં ડી.પી. પાર્ટ પ્લાન તથા ઝોન સર્ટિફીકેટ ઝોન નક્કી કરવા અભિપ્રાય આપવાની સતા મહાપાલિકાને અપાઈ

આ ઉપરાંત સોઇલ ટેસ્ટીંગ તથા મટિરિયલ્સ ટેસ્ટિંગ લેબોરેટરી અંગે માન્યતા આપવા સબબની નિમાયેલી કમિટિના મેમ્બર ફેરવા, મહાપાલિકાની હદમાં ડી.પી. પાર્ટ પ્લાન તથા ઝોન સર્ત ઝોન અભિયાનની સતા કોર્પોરેશનને આપવા, બિલ્ડિંગ પ્લાનમાં એનઓસી ન મળે તેવા કિસ્સામાં વિકાસ પરવાનગીના પ્રકરણમાં એક વર્ષ સુધી ચકાસણી ફી ન વસૂલવા, રૂડાના ૨૪ ગામોની પાણી પુરવઠા યોજના માટે મુંજકામાં જમીન ફાળવવા, માધાપર અને મુંજકાનો મહાપાલિકામાં સમાવેશ થતા હવે પરાપીપળીયા, ન્યારા, ખંઢેરી, બાઘી અને નારણકા ગામે અલગથી પાઇપલાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા ઉપરાંત આજે રૂડાની બોર્ડ બેઠકમાં ૭૬-પરાપીપળીયા, ૭૭-વાજડીગઢ, ૭૮-શાપર તથા ૭૯-વેરાવળમાં ટીપી સ્કીમો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ અંગે સતાવાર ઇરાદો જાહેર કરવામાં આવશે. ટીપી સ્કીમ નંબર ૩૮-૧ (માધાપર)માં અધિનિયમ ૧૯૭૬ની કલમ ૪૭ હેઠળ મળેલા વાંધા-સુચનો, રજૂઆત માટે નિર્ણય કરી રાજ્ય સરકારમાં મંજૂરી અર્થ રજૂ કરવા, ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩સી વાજડીગડની પ્રારંભિક યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલી કામચલાઉ પુન:રચનાનો દરખાસ્તને પરામર્શની મંજૂરી આપવામાં આવી હતી.

રૂડાના રિંગ રોડ-૨ ફેઝ-૨ની પથરેખા આવેલા રસ્તા પર બ્રિજ બનાવવાની કામગીરીમાં થતા ફેરફાર સહિતની દરખાસ્તોને બહાલી અપાય હતી. આ બેઠકમાં રિજીયોઅલ કમિશનર સ્તુતી ચારણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, રૂડાના સીઇઓ ચેતન ગણાત્રા, ટીપીઓ ડિપાર્ટમેન્ટના દોરીવાલા તથા કોર્પોરેશનના સીઇઓ દોઢીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.