Abtak Media Google News

ઝડપાયેલા ૬ શખ્સોની આકરી પુછપરછ: આરટીઓ અધિકારીના બોગસ સિક્કા બનાવનાર અને ડિટેઈન કરાયેલા વાહનના મેમા પાછળ કૌભાંડકારોના નંબર લખી આપનારની શોધખોળ

રાજકોટ આરટીઓ છેલ્લા એકાદ વર્ષી શહેરમાં પોલીસ દ્વારા ડિટેઈન કરાયેલ વાહનોના માલીકને આરટીઓના બોગસ રસીદ બનાવી આપી વાહન છોડાવવાના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કરી ભેજાબાજ સહિત છ શખ્સોની ધરપકડ કરી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને આરટીઓ અધિકારીના બોગસ સિક્કા તા મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ આરટીઓ ખાતે બોગસ રસીદ (એનઓસી) બનાવી આપતા હોવાની બાતમીના આધારે એસઓજીના પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ બી.કે.ખાચર સહિતના સ્ટાફે બાતમીદારનું નેટવર્ક કામે લગાડયું હતું. જેના પગલે આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક શેરી નં.૨માં રહેતો મનિષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતા તા કોઠારીયા રીંગ રોડ મુરલીધર વેબ્રીજ પાસે રહેતો હાર્દિક ભાવસિંગ જાદવ નામના બન્ને ભેજાબાજ શખ્સો તેના સાગ્રીત યશરાજ શિવરાજ માંજરીયા, જય કમલેશ સિંધવા, જયરાજ જયલેશ ગેડીયા અને ભાવેશ ઉર્ફે સુરેશ ઘેલા કાટોડીયા નામના સાગ્રીતોની મદદી શહેરમાં પોલીસ દ્વારા ડિટેઈન કરાયેલા વાહન માલીકોને આપવામાં આવેલા ઈ-મેમોમાં આરટીઓમાં તાં દંડની રકમ બાબતે વાહન માલીક સો ભેટો કરી વાહન માલીક પાસે આરટીઓના દંડની તી રકમ કરતા ઓછી રકમ લઈ બોગસ રસીદ (એનઓસી) અને આરટીઓનો ફોવર્ડીંગ લેટર આપી વાહન છોડાવવાનું કારસ્તાન ચાલતુ હોવાનું બાતમી પરી એસઓજીની ટીમે છ શખ્સોની ધરપકડ કરી ત્રણ લેપટોપ, ૨ પ્રિન્ટર, મોબાઈલ ૭, આરટીઓ કચેરીમાં વપરાતા બોગસ ૧૧ સિક્કાઓ, અન્ય દસ્તાવેજો, આરટીઓના ઈ-મેમોની પહોંચ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલ કૌભાંડકારોની પોલીસે આકરી પુછપરછ કરાતા બોગસ ડેક્યુમેન્ટ (રસીદ, ફોર્વડીંગ લેટર) કેવી રીતે બનાવ્યા અને આરટીઓ અધિકારીઓના બોગસ સિક્કા કોની પાસે બનાવ્યા તે અંગે તપાસ હા ધરવામાં આવી છે અને પોલીસના ઈ-મેમો પાછળ કૌભાંડકારોના નંબર લખી આપી ઝડપાયેલ ઉપરોક્ત શખ્સોનો સંપર્ક કરવા અંગે સુચના આપનાર કેટલાક શખ્સોની સંડોવણી હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.