Abtak Media Google News

૨.૨૫ લાખ કેસો હજુ પેન્ડીંગ

રાઈટ ટુ ઈન્ફોર્મેશન એટલે કે આરટીઆઈની અમલવારી સરકારે સકારાત્મક પાસા અને હકારાત્મક અભિગમને ધ્યાને લઈ શરૂ કર્યું હતું. આરટીઆઈ કાયદાએ ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫ વર્ષમાં પ્રવેશ કર્યો છે પરંતુ આ ૧૪ વર્ષના ગાળા દરમિયાન હજુ પણ ૨.૨૧ લાખ જેટલા કેસો પેન્ડીંગ જોવા મળે છે. આરટીઆઈ લોકોના હિત માટે અને જરૂરીયાત મુજબની માહિતીઓ જો મળવાપાત્ર ન હોય તે મળી શકે તે માટે આરટીઆઈનો ઉપયોગ મહતમ રીતે કરવામાં આવતો હોય છે પરંતુ હજુ સુધી આરટીઆઈ જાણે પરીપકવ થયું ન હોય તેવું પણ સામે આવ્યું છે. લોકો આરટીઆઈનો ઉપયોગ સારા કાર્યો કે માહિતી એકત્રિત કરવા માટે નહીં પરંતુ લોકોને હેરાન-પરેશાન કરવા માટે થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આરટીઆઈ અંગે જો વાત કરવામાં આવે તો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી આશરે ૨.૨ લાખ કેસો પેન્ડીંગ પડેલા છે જેમાંથી ૨૯ ઈન્ફોર્મેશન કમિશનની જગ્યા પર માત્ર ૯ લોકો જ કામ કરી રહ્યા છે જેનો અર્થ એ છે કે આશરે આરટીઆઈમાં ૩૧ ટકાનું જ કામ ચીફ ઈન્ફોર્મેશન કમિશનરની ગેરહાજરીમાં થઈ રહ્યું છે હાલ સેન્ટ્રલ ઈન્ફોર્મેશનની જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ ૨૭ થી હજુ સુધી ચીફની નિયુકિત કરવામાં આવી નથી. ૫ જેટલા કમિશનરો ચીફની પોસ્ટ બાદ કાર્ય કરી રહ્યા છે જયારે ૫ કમિશનરની પોસ્ટ હજુ પણ ખાલી છે. હજુ પણ સતર્ક નાગરીક સંગઠન કે સ્વાયત રીતે કાર્ય કરી રહ્યું છે તેને રીપોર્ટમાં જણાવ્યું છે કે આશરે ૩૬,૫૦૦ કેસો સીઆઈસી એટલે કે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન હસ્તક પેન્ડીંગ જોવા મળી રહ્યા છે. આજે ૧૫માં વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ એ વાતની સ્પષ્ટતા થઈ છે કે ૧લી એપ્રિલ ૨૦૧૯થી ૩૧ જુલાઈ ૨૦૨૨ સુધીમાં કુલ ૧.૭૮ લાખ અપીલો કમ્પલેઈન હેતુથી દર્જ કરવામાં આવી છે પરંતુ તેનો જે યોગ્ય નિકાલ લાવવો જોઈએ તે હજુ સુધી આવ્યો નથી.

બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ૧૯૯૫ કેસોમાં અઢી કરોડ રૂપિયાની પેનલ્ટી પણ લાદવામાં આવી છે. ૨૧ ઈન્ફોર્મેશન કમિશન વિરુઘ્ધ ૧.૮ લાખ ફરિયાદો જયારે ૨૨ કમિશન હેઠળ કુલ ૧.૯ લાખ અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ૨૦ ઈન્ફોર્મેશન કમિશન હેઠળ ૨.૨ લાખ અપીલો અંગેની ફરિયાદ દર્જ કરવામાં આવી છે કે જેનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. બીજી તરફ ૧૩ કમિશન હેઠળ ૧૫,૭૩૮ નોટીસો પાઠવવામાં આવી છે કે જેઓ ઉપર પેનલ્ટી લાદવામાં આવી હોય. આ મુદ્દા હેઠળ ગુજરાત રાજયમાં સૌથી વધુ ૯૦૮૦ નોટીસો પાઠવવામાં આવી છે ત્યારબાદ હરિયાણામાં ૩૯૬૨, આંધ્રપ્રદેશમાં ૮૮૧ અને સીઆઈસી એટલે કે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન હેઠળ ૮૫૮ નોટીસો બજાવવામાં આવી છે પરંતુ હજુ સુધી જે પરીપકવતા અને આરટીઆઈની ગંભીરતા લેવામાં આવવી જોઈએ તે લેવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.