Abtak Media Google News

સીધી કે આડકતરી કોઇપણ રીતે સરકારી મદદ મેળવનારી તમામ સંસ્થાઓના વ્યવહારમાં પારદર્શિતા લાવવા આરટીઆઇ એક્ટ હેઠળ આવરી લેવી જરૂરી: સુપ્રીમ

કેન્દ્ર કે રાજ્ય સરકારની સીધી કે આડકતરી મદદી તાગડધિન્ના કરતી શાળા, કોલેજો, એનજીઓ સહિતની સંસઓ આવી સરકારી મદદના ઉપયોગની વિગતો જાહેર માહિતી અધિકાર હેઠળ આપવામાં અખાડા કરતી હોય છે. આવા અખાડા કરતી સંસઓ સામે સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે સરકાર પાસેથી મોટી રકમ સ્કૂલ કોલેજ, હોસ્પિટલ અને એનજીઓ લોકોને આરટીઆઈ એક્ટ હેઠળ લોકોને માહિતી પૂરી પાડવા માટે બંધાયેલા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારો પાસેથી રાહત દરે જમીન તરીકે સીધી અથવા આડકતરી રીતે નોંધપાત્ર સહાય મેળવનારી તમામ સંસ્થાઓ પણ આરટીઆઈ એક્ટ હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવી ફરજિયાત છે.

જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરૂધ બોઝની ખંડપીઠે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે,  જો એનજીઓ અથવા અન્ય સંસ્થાઓ સરકાર પાસેથી મોટી આર્થિક સહાય મેળવે છે, તો અમને કોઈ કારણ મળતું નથી કે કેમ કોઈનાગરિક  તેના નાણાં જે કોઈ એનજીઓને આપવામાં આવ્યા છે કે, તેના ઉપયોગની વિગતો જાણવા માટે માહિતી માંગી શકશે નહીં. એનજીઓ અથવા અન્ય સંસ્થા/સંસ્થાને આપવામાં આવેલા તેના નાણાંનો હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરટીઆઈ કાયદો સરકારી સહિતની જાહેર વ્યવહારોમાં પારદર્શિતા લાવવા અને જાહેર જીવનમાં શુદ્ધતા લાવવા લાવવામાં આવ્યો હતો. ખંડપીઠે કહ્યું, અમને એમ કહેવામાં કોઈ ખચકાટ નથી કે એનજીઓ સીધી અથવા પરોક્ષ રીતે યોગ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ભંડોળ મેળવશે તે જાહેર અધિકાર હશે, જે આ કાયદાની જોગવાઈઓને આધિન છે. તેમ આ મુદ્દે નિકાલ કરતી વખતે જણાવ્યું હતું.

આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો કે સરકાર પાસેથી મોટી રકમ મેળવનાર એનજીઓ, માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ જાહેર સત્તાના નિયંત્રણ હેઠળ આવી છે કે કેમ ? નોંધપાત્ર વાત એ છે કે, આ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવનારી ઘણી શાળાઓ અને કોલેજો અને એસોસિએશનોએ દાવો કર્યો હતો કે એનજીઓ આરટીઆઈ એક્ટના કાર્યક્ષેત્ર હેઠળ નથી આવતી. આ કેસ ડીએવી કોલેજ ટ્રસ્ટ અને મેનેજમેન્ટ સોસાયટી, નવી દિલ્હી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ખંડપીઠે તેના હુકમમાં જણાવ્યું હતું કે, સોસાયટી વિવિધ શાળાઓ/કોલેજો ચલાવે છે જે સરકાર પાસેથી મોટા પ્રમાણમાં પૈસા મેળવે છે અને તેથી તે આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર સત્તા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.