Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ૫૫૯૬ જગ્યાઓ માટે ૧૨૧૭૯ ફોર્મ ભરાયા

રાઈટ ટુ એજયુકેશન (આરટીઈ) હેઠળ હાલ રાજયભરમાં ૨.૩૫ લાખ અરજીઓ ઠલવવામાં આવી છે. વાત કરવામાં આવે તો સરકારે આરટીઈ એકટ હેઠળની અરજીઓની તારીખમાં પણ એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે એપ્રીલ ૨૫ના અંતિમ તારીખ ઘોષીત કરવામાં આવી હતી તે બદલી હવે ૨૬ એપ્રીલ સુધીમાં આરટીઈની અરજી કરવાની રહેશે.

વાત કરવામાં આવે તો પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલોની તો આ વખતે તેમાં પણ ૧.૧૫ લાખ જગ્યાઓ ખાલી પડેલી છે, આરટીઈ એકટ હેઠળ. ત્યારે જે સીટો ભરવાની બાકી છે તેના માટે સીટ કરતા ડબલ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા આરટીઈ એકટ હેઠળ એડમીશનનું પ્રથમ લીસ્ટ ૬ઠી મે ના રોજ જાહેર કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થીઓને આરટીઈમાં એડમીશન મળશે તેઓએ ૧૩મી મે સુધીમાં તેના વોર્ડ જમા કરાવવાના રહેશે અને તેને લઈ તમામ લગતા દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે.

એડમીશન માટેની અરજીની જે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે તેનું એકમાત્ર કારણ એ પણ માનવામાં આવે છે કે, તેમના વાલીઓને તેમનું આવક સર્ટીફીકેટ સરકારી કચેરી જેવી કે કલેકટર ઓફિસ અને મામલતદાર કચેરીમાંથી સરળતાથી મળતુ ન હોવાના કારણે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ૫૫૯૬ જગ્યા માટે ૧૨૦૦૦થી પણ વધુની અરજીઓ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.