Abtak Media Google News

આરએસએસનાં ઈતિહાસમાં સંસ્થા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં તેનું કાર્યફલક બે અલગ અલગ જોનમાં વિસ્તારવાનું આયોજન કરી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત એમ બે વિભાગોમાં સંસ્થાની કાર્ય વહેંચણી માટે અલગ અલગ જોન ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવશે.

ગ્વાલીયર ખાતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકમાં આ નવી વ્યવસ્થાનો નિર્ણય લેવાયો હતો. આરએસએનાં સૌરાષ્ટ્ર વિભાગમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રાંતમાં બનાસકાંઠા સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર આરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપૂર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ કરવામા આવ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની મુખ્ય મથક રાજકોટ અને ગુજરાતના પ્રાંત સંઘ સંચાલક મુકેશભાઈ મલકાનને સૌરાષ્ટ્રપ્રાંત સંઘ સંચાલક તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતપ્રાંતનું કેન્દ્ર અમદાવાદ, કર્ણાવતી અને તેના હવાલો ડો. ભરત પટેલ, ગાંધીનગર વાળાને સોંપવામાં આવ્યા છે.

ગુજરાતના પ્રવકતા વિજયભાઈ ઠાકરે જણાવ્યું હતુ કે સારા સંકલનમાટે ભૌગોલીક રીતે ગુજરાતના બે વિભાગો કરવામાં આવ્યા છે. ગુજરતામાં આરએસએસની પ્રવૃત્તિને વધુ સારી રીતે વિસ્તારવામાં આવે તે માટે સંઘના આ પ્રયાસોનું સમાજને ખૂબજ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.