Abtak Media Google News

સંઘ પ્રમુખ મોહન ભાગવતે સામાજિક સમરસતા લાવવા જમીયતે ઉલમા-એ-હિન્દનાં મૌલાનાં સૈયદ અરશદમદની સાથે બેઠક યોજી

દેશભરમાં અત્યારે હિન્દુત્વ અને સામાજીક ધ્રુવીકરણનાં માહોલ વચ્ચે આર.એસ.એસ.નાં પ્રમુખ મોહન ભાગવત અને જમીયતે ઉલેમા-એ-હિન્દનાં મુખ્ય મૌલાનાં સૈયદ અરશદમદનીએ દેશમાં રાજનૈતિક મુદ્દે સામાજીક સમરસતાનાં ભાવ સાથે કામ કરવાની ચર્ચા સાથે મહત્વની બેઠક યોજી હતી.

આર.એસ.એસ.નાં અત્યંત આધારભુત સુત્રો દ્વારા મળેલી વિગતો મુજબ શનિવારે આર.એસ.એસ.નાં રાષ્ટ્રીય હેડકવાર્ટર એવા નાગપુરનાં કેશવકંજ ખાતે દોઢ કલાક સુધી આરએસએસ અને જમીયતનાં નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આર.એસ.એસ. અને જમીયત બંનેનાં ભાઈચારા અને સામાજીક સમરસતાનાં સંદેશાને ઉજાગર કરવા એકમંચ ઉપર સાથે કામ કરી શકીએ છીએ પરંતુ આ કામ કેવી રીતે કરવું તેના વિશે હજુ હું બંને પક્ષોનાં એકમતની સહરચના પહેલા કંઈ ન કરી શકે તેમ મૌલાનાં મદનીએ જણાવ્યું હતું. બીજી તરફ આર.એસ.એસ.નાં પ્રવકતાએ એવો સંકેત આપ્યો હતો કે, હિન્દુ-મુસ્લિમ એકતા દ્વિ-પક્ષીય ધોરણે અસ્તિત્વમાં આવે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટે અમે એક ચર્ચા સંગોષ્ઠીનું વિવિધ સંપ્રદાયનાં નેતાઓ સાથે ચર્ચાનું આયોજન કર્યું હતું. જોકે મદનીએ જમીયતનાં વલણ મુજબ આર.એસ.એસ.નાં સાવરકર એમ.એસ.ગોલવલકરનાં વિચારો સામે વૈચારિક વિરોધની વાત કરી હતી. જોકે મદનીએ તમામ લોકો એક થવાની દિશા પર આગળ વધતા હોય તો પોતે રાજી હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે આર.એસ.એસ.નાં પ્રવકતાએ જણાવ્યું હતું કે, મૌલાનાં મદનીને ચર્ચા માટે નિમંત્રણ આપવાની વાત નવી નથી. આ ઈજન મહિનાઓ પહેલા અપાઈ ગયું હતું. જયારે તે મોહન ભાગવતનાં ત્રણ દિવસનાં પરિસંવાદમાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલા પરિસંવાદમાં હાજર રહ્યા હતા. જોકે મદનીએ ગૌહત્યા મુદ્દે ચાલતી ચર્ચાથી દુર રહેવાનું નકકી કર્યું હતું. મોહન ભાગવતનાં પ્રતિનિધિઓએ મૌલાનાં મદની સાથે ચર્ચા કરી હતી કે, આર.એસ.એસ. કયારેય હિંસાને સમર્થન આપતું નથી. તેમણે જણાવ્યું હતું કે, મોહન ભાગવતનો આગ્રહ છે કે, મૌલાનાં મદની જેવા મુસ્લિમ નેતાઓમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દુર થવી જોઈએ. મૌલાનાં મદની રાષ્ટ્રીય જનમન નાયક કાર્યક્રમમાં આર.એસ.એસ.નાં મુખ્યાલયે ગયા હતા. રાષ્ટ્રીય સામાજીક એકતાનાં ઉદેશ્ય સાથે કામ કરતી આ સંસ્થા ભાજપનાં મહાસચિવ રામલાલ દ્વારા ઉભી કરવામાં આવી છે.

હિન્દુ-મુસ્લિમો વચ્ચે સામાજીક એકતાની બાબતમાં ચર્ચાનો માહોલ ઉભો થાય અને મોબલિચિંગ જેવા બનાવો કાબુમાં આવે તે માટે સામાજીક સમરસતા અને દેશમાં ધાર્મિક સહિષ્ણુતાનો માહોલ ઉભો થાય તેવા મત વ્યકત કર્યા હતા.

જોકે આ ચર્ચામાં એન.આર.સી. અને કાશ્મીર જેવા મુદાઓ હાથ ઉપર લેવાથી બન્ને પક્ષો દુર રહ્યા હતા.

દેશમાં જયારે સામાજીક ધાયુકરણ અને હિન્દુત્વનાં મુદાની આંધી ચાલી રહી છે ત્યારે મોહન ભાગવત અને જમીયત ઉલમા એ હિન્દનાં મૌલાનાં સૈયદ અરશદમદની વચ્ચે સૌહાદ પૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.