Abtak Media Google News

૧૭ થી ૧૯ સપ્ટેમ્બર યોજાનાર લેકચર સિરિઝમાં ભારતનું ભવિષ્ય વિષય પર મોહન ભાગવત લોકોને સંબોધશે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વારંવાર આરએસએસ પરના વાક પ્રહારને સંઘે કરારો જવાબ આપ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને લંડનમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતુકે આરએસએસ ઈસ્લામિક સંગઠન મુસ્લિમ બ્રધરટુડ જેવી જ વિચારધારા ધરાવે છે. રાહુલે આરએસએસને દેશમા ભાગલા પડાવના‚ સંગઠન પણ ગણાવ્યું હતુ

આ સમગ્ર મામલે ભારે વિવાદ થતા સંઘે એક નિવેદનમાં જણાવ્યું કે ‘જે લોકો ભારતને નથી જાણતા તે સંઘની કામગીરીને પણ નથી જાણતા રાહુલ પર પ્રહાર કરતા સંઘના પ્રચાર પ્રમુખ અરુણકુમારે કહ્યું હતુ કે રાહુલગાંધી અનેક વખત કહી ચૂકયા છે કે તેઓ ભારતને જાણી રહ્યા છે. જે વ્યકિત ભારતને ન જાણતી હોય તે તે સંઘને પણ ન જાણી શકે.

સંઘના પ્રમુખે સંઘની કામગીરીને અને સંઘને રાહુલ ગાંધી સમજે તેમજ તેને જાણે તે માટે આગામી ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એક લેકચર સિરિઝમાં રાહુલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સંઘની દ્રષ્ટીએ ‘ભારતનું ભવિષ્ય વિષય’ પર મોહન ભાગવત લોકોની સાથે વાતચીત કરશે અને પોતે પણ ભાષણ આપશે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પણ આમંત્રણ અપાશે. સંઘના પ્રચાર પ્રમુખ અ‚ણકુમારે જણાવ્યું હતુ કે અમે દરેક રાજકીય પક્ષને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવાના છીએ. દેશના નાગરીકોમાં સંઘ દેશ અંગે શું વિચારે છે અને શું કરવા માંગે છે તે જાણવા ઉત્સુકતા છે.

આ માટે જ અને આ લેકચર સિરિઝનું આયોજન કર્યું છે જેમાં મોહન ભાગવત સંઘની વિચારધારા અંગે પણ લોકોને જાગૃત કરશે. રાહુલ ઉપરાંત ડાબેરી નેતા સિતારામ યેચુરીને પણ આમંત્રણ આપવાની તૈયારી સંઘ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૩૪માં મહાત્મા ગાંધીએ વરઘામાં પ્રથમ સંઘ સંચાલક કે.બી. હાડગેવર ને સંઘના ભવિષ્યની દોર સોંપી હતી અને આરએસએસનાં કાર્યકરોને સંઘના ધારાધોરણ મુજબ કાર્યકરવાની હાકલ કરી હતી ત્યારબાદ ૧૬ સપ્ટેમ્બર ૧૯૪૭માં દિલ્હીમાં સંઘને માન્યતા આપવામાં આવી હતી.

તે સમયે પણ સંઘના ત્રણ હજાર જેવા કાર્યકરો દ્વારા ૧૯૬૩માં તે સમયનાં વડાપ્રધાન જવાહર લાલ નહે‚ને આમંત્રણ અપાયુ હતુ અને સ્વતંત્રતા દિવસની પરેડમાં પણ આરએસએસના કાર્યકરોએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.