Abtak Media Google News

40,000 કરોડના ટર્ન ઓવરના બોગસ વ્યવહારોના આધારે ખોટી રીતે  રૂ. 720 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું

સ્ટેટ જીએસટીની ટીમે 68 યુનિટ ઉપર પાડેલા દરોડામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વિવિધ 16 જેટલી કંપનીઓ દ્વારા 40,000 કરોડનું ટર્ન ઓવરના બોગસ વ્યવહારોના આધારે ખોટી રીતે  રૂ. 720 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે.

સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ગાંધીનગરે, કલોલ, હારીજ અને માણેકચોક, વગેેરે સ્થળે કામકાજ- વ્યવહારો કરતી 16 કંપનીઓ સર્ચ ઓપરેશન હાથ ધરીને અંદાજે રૂ. 40,000 કરોડનું ટર્નઓવરના બોગસ વ્યવહારોના આધારે ખોટી રીતે રૂ. 720 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રથમિક તપાસમાં લગભગ 68 યુનિટ સંડોવાયેલ હોવાનું માલુમ પડ્યું છે અને મુંબઈના એક મોટા કોર્પોરેટ ગ્રુપ સાથે સીધી અથવા આડકતરી  સંડોવણી માલૂમ પડી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ. 40 હજાર કરોડના કૌભાંડમાં તપાસ દરમિયાન મોટાં માથાંઓની સંડોવણીની શક્યતા છે અને તપાસને અંતે આ સમગ્ર કૌભાંડનો આંક વધે તેવી શક્યતા છે. સીજીએસટી ગાંધીનગર કમિશનરેટ દ્વરા પર્દાફાસ  કરાયેલા રૂ.40 હજાર કરોડના ટર્ન ઓવર અને રૂ. 720 કરોડની ખોટી રીતે ઈંઝઈ પાસ કરવાના કૌભાંડમાં તપાસનો રેલો ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે.

કૃષિ પેદાશો અને બુલિયનનું ટ્રેડિંગ કરવા માટે રજિસ્ટ્રેશન મેળવનાર કંપનીઓ દ્વારા સરક્યુલર ટ્રેડિંગનો આશરો લઈને જંગી- કરોડોનું ટર્ન ઓવર દર્શાવવામાં આવ્યું હોવાનું તેમજ માલસામાન સપ્લાય કર્યા વિના ખોટી રીતે આઈટીસી મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સીજીએસટી, ગાંધીનગર કમિશનરેટ દ્વારા એડવાન્સ એનાલિસીસ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ, ઈ- વે બિલ પોર્ટલ તેમજ ઓનલાઈન માહિતીનું વિસ્તૃત એનાલિસીસ કરવામાં આવતાં કેટલાંક યુનિટનું અસાધારણ ટર્નઓવર જોવા મળ્યું હતું. આ કૌભાંડમાં સંડોવાયેલી તમામ કંપનીઓ એક બીજા સાથે સંકલન કરીને સરક્યુલર ટ્રેડિંગ ઉપરાંત કૃત્રિમ વ્યવહારો કરીને ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો કરતી હોવાનું અને માલસામાન સપ્લાય કર્યા વિના અન્યોને મોટી રકમની આઇટીસી પણ પાસ કરતી હતી.

કલોલ, હારીજ અને માણેકચોક, વગેરે સ્થળે 16 કંપનીઓ પર પાડવામાં આવેલ દરોડામાં ધંધાની પ્રિમાઈસીસ પર કોઈ પ્રકારે વેપાર- ધંધાના કામકાજ નહોતા જોવા મળ્યા અને જીએસટીએન નંબર ધરાવતા મોટાભાગના યુનિટ બંધ હતા. એબેન્સ એન્ટરપ્રાઈસીઝ લિમિટેડ પર સર્ચ દરમિયાન 40 કંપનીઓના રબર સ્ટેમ્પ, 12 કંપનીના કોરા લેટરપેડ, 6 કોરી લોરી રીસીપ્ટ બુક, સહિત મોટાપાયે ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા અને તેના આધારે ટ્રાન્સપોર્ટરના સ્થળે તપાસ કરાતાં ટ્રાન્સપોર્ટ કંપની અને વે બ્રિજ જોવા મળ્યા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.