Abtak Media Google News

દુશ્મનોની મિસાઇલ અને જેટને ભ્રમિત કરવાની તેજસ ફાઇટરની ક્ષમતા

સરકારે ૮૩ ઇન્ડિજીનીયસ તેજસ એમ કે વન એ કોમ્બેટ એરક્રાફટ બનાવવા રૂ ૬૦,૦૦૦ કરોડનો સોદો કર્યો છે. જેનું નિમાર્ણ હિન્દુસ્તાન એરોનોટીકસ દ્વારા કરવામાં આવશે આ ડીલ આજ સુધીની સૌથી મોટી એરક્રાફટ ડીલ છે. તેજસ ફોઇટર બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ દસકાથી પણ વધુ સમયથી ચાલી રહી છે. અને છેલ્લે એક વર્ષથી જ તે ભારતીય વાયુ સેનાની સર્વિસ હેઠળ આવ્યું છે. ડિફેન્સ મીનીસ્ટરે જણાવ્યું હતું કે તેજસ એક સુપરસોનિક ફાઇટર પ્લેન છે જે ભવિષ્યમા ભારતન શકિતશાળી બનાવશે.

પહેલું તેજસ ફાઇટર પ્લેન છે જે પાંચ જેટ તેજસને ઓપરેટ કરી શકે છે. હવે તેનું નિર્માણ તેજસ ર૦ જેટ એકી સાથે ઓપરેટ કરી શકે તે રીતે કરવામાં આવશે. આ ટેકનોલોજીથી ભારતીય વાયુ સેના એડવાન્સ ક્ષમતા વેરિયન્ટ પણ જોડવામાં આવશે.

તેજસ એઇએસએ રડાર ઓપરેટ કરી શકશે. આ રડારના રેડીયો વેવ્ઝથી અનેક વિસ્તારમાં નજર રાખી શકાશે. તેની ક્ષમતામા જેમરનો પણ સમાવેશ થાય છે. જે દુશ્મનોની જેટ, મિસાઇલને ભ્રમિત કરવાની તાકાત ધરાવે છે.

તેજસ એમકેમાં ભારતીય વાયુ સેનાના એન્જીનીયરો દ્વારા નાના મોટા ઘણા ફેરફારો કરવામાં આવશે અને તેની તાકાત વધારવામાં આવશે. માટે સરકારે ૬૦ હજાર કરોડ તેજસ માટે ફાળવ્યા છે. જો કે તેજસનું પહેલાનું નામ લાઇટ કોમ્બેટ એરક્રાફટ હતું. જો તેજસ મિગ-૨૭ કરતા પણ વધુ પ્રબળ બનશે. આવનારા વર્ષોમાં તેમાં વધુ ડેવલોપ કરાશે તે અનેક વિસ્તારોમાં લાંબી રેન્જ અને ટાર્ગેટ ધરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.