Abtak Media Google News

ગુજરાત રાજયના માનનીય *ડીજીપી સાહેબ* દ્રારા દારુ અને જુગારની બદીઓ દુર કરવા માટે પ્રોહી / જુગારની *ખાસ ડ્રાઈવ તા.૧૨/૦૬/૧૮ થી તા ૨૬/૦૬/૧૮* સુધી રાખવામા આવેલ હોઇ,  સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અમલદારોને દારૂ જુગાર ની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા સૂચના આપી, ખાસ ડ્રાઇવ ગોઠવવામાં આવેલ છે

જે અન્વયે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. એ.એ.જાડેજાને બાતમી મળેલ કે,સાયલા થી સુદામડા તરફ એક સફેદ કલરની મારૂતી જડ-૪ કાર નંબર ૠઉં-૦૧-ઇંછ-૬૪૪૪ વાળીમાં બીયરના ટીનનો જથ્થો ભરી નીકળનાર છે…..

13 2સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજાનાઓની બાતમી આધારે પો.સબ.ઇન્સ.બી.એસ.સોલંકી તથા સ્ટાફના એ.એસ.આઇ.મહેન્દ્રસીંહ ઝાલા તથા એ.એસ.આઇ વીનુભાઇ મેણસીભાઇ ડેર તથા પો.હેઙ.કોન્સ દોલાભાઇ ડાંગર તથા વીજયસીંહ જાદવ તથા મજબુતસીંહ રાણા  તથા પો.કોન્સ હરદેવસીંહ પરમાર તથા રવીરાજસીંહ ઝાલા  વિ. સહિતની ટીમ દ્વારા થોરીયાળી ગામના પુલ પાસે વોચમા હતા

દરમ્યાન ઉપરોકત નંબર  વાળી કાર સાયલા તરફથી આવતા  તેના ચાલકને કાર રોકવા માટે ઇશારો કરતા કાર રોકેલ નહીં અને સુદામડા તરફ આગળ જવા દીધેલ જેનો સરકારી વાહનથી પીછો કરી નજીકમાથી જ ઉપરોકત કારને રોકી લીધેલ અને તે કારમાં જોતા પાછળની સીટમાં પરપ્રાંતીય *બીયરના ટીન  નંગ-૭૨૦ કી.રુ.૭૨૦૦૦/- તથા કાર કી.રુ.૨,૦૦,૦૦૦/- કુલ કિંમત રૂ. ૨,૭૨,૦૦૦/- ના મુદ્દામાલ* સાથે  આરોપી/ કાર ચાલક *રાજેશભાઇ તુકારામભાઇ લોખંડે જાતે મરાઠા ઉ.વ.૪૧ રહે લીલાજી ગાંડાજી ઠાકોરના મકાનમાં બુટભવાની મંદીર પાસે વેજલપુર અમદાવાદ વાળાને* પકડી પાડવામા આવેલ છે…

પકડાયેલ મુદ્દામાલ તેમજ આરોપી/ કાર ચાલક  વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના અના.એ.એસ.આઇ વીનુભાઇ મેણસીભાઇ ડેર દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે વધુ તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.