Abtak Media Google News

આજ રોજ વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્ક્વોડ દ્વારા કેવડાવાડી, ગુંદાવાડી, લક્ષ્મીવાડીમાં પાણી ચેકીંગ કરવામાં આવેલ અને થી ડાયરેક્ટ પમ્પીંગ દ્વારા કરવામાં આવતી પાણી ચોરી ઝડપી લેવામાં આવી હતી અને આસામી (૧) રાજુભાઇ વ્યાસ અને (૨) વજીબેન ભીખાભાઇ પાદરીયા પાસેથી ડાયરેક્ટ પમ્પીંગના દંડ પેટે રૂ. ૪૦૦૦/- વસુલ કરવામાં આવેલ હતા તેમજ ગુંદાવાડી -૫ માંથી ડાયરેક્ટ પમ્પીંગ દ્વારા કરવામાં આવતી પાણી ચોરી ઝડપી લેવામાં આવી હતી અને આસામી પરસોતમભાઇ શિયાણી પાસેથી ડાયરેક્ટ પમ્પીંગના દંડ પેટે રૂ. ૨૦૦૦/- વસુલ કરવામાં આવેલ હતા.

આમ કુલ રૂ. ૬,૦૦૦/- ડાયરેક્ટ પમ્પીંગના  દંડ પેટે  વસુલ કરવામાં આવેલ. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેક્ટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે.સુતરીયા, આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયર આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેક્ટર ડી.કે.વાજા અને ફીટર દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.