Abtak Media Google News

માળીયા પોલીસ, આરટીઓ અને તાલુકા પોલીસની સયુંકત કામગીરી : ટ્રાફિક નિયમનો ઉલાળીયો કરતા વાહનચાલકોમાં ફફડાટ

માળીયા પોલીસે આરટીઓ અને તાલુકા પોલીસ ને સાથે રાખી ટ્રાફીક નિયમ નો ભંગ કરતા ૧૨ ટ્રેલર સહીત ૩૧ વાહનો સામે લાલ આંખ કરી આશેર ત્રણ લાખ નો દંડ ફટકાર્યો છે. આ ઘટનાથી ટ્રાફિક નિયમનો ઉલાળીયો કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા મીયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા તાલુકા પીએસઆઈ એસ.એ.ગૉહીલ તેમજ આરટીઓ ની ટીમે ટ્રાફીક નિયમો નુ ઉલ્લંઘન કરતા ટ્રકો અને ટ્રાફીક ને અડચણરૂપ નાના વાહનો સામે લાલ આંખ કરી ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમા સતત સાત દિવસ થી ચાલી રહેલા આ ત્રણે ટીમો ના ટ્રાફીક ચેકીંગ દરમ્યાન કુલ ૩૧ વાહનચાલકો સામે કડક અને દંડામક કાર્યવાહી કરી હતી જેમા ૧૯જેટલા નાના વાહનો અને ૧૨ ટેલરો ને ટ્રાફીક નિયમો નો ભંગ તેમજ ઓવરલોડ બાબતે એક ટેલર નો વીસ હજાર જેટલો આરટીઓ નો દંડ આપી આડેધડ ટેલરો ચલાવતા ડ્રાઈવરો ને પણ જેલ ની હવા ખવડાવવા મા આવી હતી.

કુલ મળી ૧૨ ટ્રેલર નો ૨,૪૦,૦૦૦  અને ૧૯નાના વાહનો ને દંડ કરી  કુલ ૩૧ વાહનો ને આશરે ૩ લાખ જેટલો જંગી દંડ ફટકાર્યો હતો ટ્રાફીક ની આ સંયુક્ત કામગીરી મા માળીયા મી.પોલીસ,મોરબી તાલુકા પોલીસ અને આરટીઓ એમ મળી પોલીસ અને આરટીઓના  કુલ ૨૫ થી વધુ કર્મચારીઓ ની ટીમ કામે લાગી હતી જો કે માળીયા મીયાણા પોલીસ મથક મા અને તાલુકા ની હદ મા આજ સુધી ના સૌથી વધુ દંડ ની રકમ સરકારી તીજોરી મા જમા થઈ છે ત્યાથે પોલીસે અકસ્માત નિવારવા અને તેને અટકાવવા ના પ્રયાસ રૂપે આ સફળ કામગીરી કરી હોવાનુ માળીયા મી. પીએસઆઈ જે.ડી.ઝાલા એ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.