Abtak Media Google News

ઇંગ્લીશ દારૂ‚ અને બિયર સહિત કુલ રૂ ૭.૪૫ લાખનો મુદામાલ કબજે

વિદેશી દારુના અનેક ગુનામાં સંડોવાયેલા અને ક્રાંઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં સંડોવાયેલા નામચીન બુટલેગર દિલીપ ચંદારાણાને રૂ. ૩.૪૫ લાખના દારુના જથ્થા સાથે બી ડીવીઝન પોલીસે જુના માકેટીંગ યાર્ડ પાસેથી ઝડપી લીધો હતો જયારે તેના પુત્ર પ્રતીક સહીત બે શખ્સો ફરાર થઇ જતાં તેની શોધખોળ આદરી છે.

જુના માકેટીંગ યાર્ડમાં નામચીન બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેના િ૫તા દીલીપ ચંદારાણા (રહે. સંતકબીર રોડ) દારુનો જથ્થો લાવ્યાની બી ડીવીઝન પોલીસને બાતમી મળતા પી.એસ.આઇ. ડામોર સહીતના સ્ટાફે દરોડો પાડી ‚ા ૨,૫૪,૪૦૦ કિંમતની ૭૯૨ અંગે્રજી બોટલ રૂ ૫૭,૬૦૦ કિંમતના બીયરના ટીન રૂ. ૩૩,૭૦૦ કિંમતના ૩૩૫ ચપલા સાથે એકટીવા અને જીપ મળી કુલ રૂ. ૭.૪૫ લાખના મુદામાલ સાથે દીલીપ ચંદારાણાને ઝડપી લીધો હતો. જયારે તેનો પુત્ર પ્રતીક ચંદારાણા અને જીપ ચાલક નાસી છુટવામાં સફળ રહ્યા હતા પોલીસે ગુનો દાખલ કરી દીલીપ ચંદારાણાની પુછપરછ કરી પ્રતિક અને એક અજાણ્યા શખ્સની શોધખોળ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.