Abtak Media Google News

પરિવાર લગ્ન પ્રસંગમાં ગયાને તસ્કરોએ ધરેણા અને રોકડનો કર્યો હાથ ફેરો

અમરેલીમાં માણેકપરમાં રહેતો એક કડીયા પરિવાર લગ્ન પ્રસંગે ઘરને તાળા મારી બહાર ગામ જતાં પાછળથી તસ્કરો તાળા તોડી ઘરમાં ધુસી સોનાના દાગીના સાડાનવ તોલા તેમજ રોડક રૂ ૪૦ હજારની ચોરીની ધટનામા પોલીસે દાગીનનાની કિંમત ફકત રૂ ૧૯ હજાર દર્શાવેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના માણેકવાડામાં રહેતા અને કડીયા કામ કરતા મહેશભાઇ પોપટભાઇ ગેડીયા ઘરને તાળા મારી વડોદરા-તેમજ સુરત ખાતે તેમની મામાની દિકરીનાં લગ્ન પ્રસંગમાં ગયેલા હતા. બે દિવસપહેલા તા.રરના રોજ લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવતા ઘરને મારેલ તાળા તુટેલા અને ઘરનો માલ સામાન વેર વિખેર જોવા મળ્યો છે.

ઘરમાં તપાસ કરતા સોનાની માળા, સોનાની ચુડલી, સોનાનો ચેટ વીટી સહીત સાડા નવ તોાના સોનાના દાગીના તેમજ રોકડ રકમ રૂ ૪૦ હજારની ચોરી થયાનું માલુમ પડતાં અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સાડા નવ તોલા સોનાના દાગીનાની કિંમત રૂ ૧૯ હજાર અને રોકડ રકમ સહીત કુલ રૂ ૫૯ હજારની ચોરીની ફરીયાદ નોંધેલ હતી. રૂ ૨.૯૦લાખના સોનાની કિંમત ફકત રૂ ૧૯ હજાર આકરવામાં આવેલ હતી. ચોરીની ઘટના અંગે પીએસઆઇએ તપાસ હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.