Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમા આવેલ પીયુષ જેઠાભાઇ ડેરના મેટ્રોફાર્મની ઓરડીમાંથી જુગાર રમતા – ૬ ઇસમોને રોકડા રૂ.૧,૦૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડતી  આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્સ શ્રી. આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પીયુષભાઇ જેઠાભાઇ ડેરના મેટ્રોફાર્મ ની ઓરડીમાં પોતે બહારથી માણસો બોલાવી નાલ-ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે .

જેથી તુર્તજ હકીકત વાળા ફાર્મે પહોચી રેઇડ કરતા આરોપીઓ (૧) હિતેષ દેવરખીભાઇ ચંદ્રવાડીયા રે.ઉપલેટા (ર) કિશોર વજશીભાઇ વરૂ રે.ઉપલેટા (૩) અતુલ રાજાભાઇ પાનેરા રે.ઉપલેટા (૪) યુનીશ તૈયબભાઇ હાલેકોતરા રે.હરીપર મેવાસા જામનગર (૫) ખીમાભાઇ પમાભાઇ ચાવડા રે.મોણપર જામનગર (૬) રામસ્વરુપ મદનલાલ પારીખ રે.મોટીખાવડી જામનગર વાળાઓ નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧,૦૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ નાશી જનાર ફાર્મ માલીક (૭) પીયુષ જેઠાભાઇ ડેર રે.ઉપલેટા વાળા તમામ વિરુધ્ધ ઉપલેટા પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.