Abtak Media Google News

આવતી કાલે અહીં રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થનારી ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં યજમાન ટીમ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ગુલાબી જર્સીમાં રમતા જોવા મળશે. કેન્સરના રોગ સંબંધમાં વહેલાસર ચેક-અપ કરાવી લેવાનો લોકોને સંદેશો આપવાના હેતુથી લોકોમાં જાગૃતિ લાવવા યજમાન ટીમના પ્લેયરો પિન્ક ડ્રેસ પહેરીને રમવાના છે.

આ અભિયાન રાજસ્થાન સરકાર, નેશનલ કેન્સર ગ્રિડ, ઇન્ડિયન કેન્સર સોસાયટી અને ઇન્ડિયન ડેન્ટલ એસો. (રાજસ્થાન) સાથેના સહયોગમાં હાથ ધરાયું છે.

રાજસ્થાન રોયલ્સના ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમે પોતે મુખના કેન્સર સંબંધમાં સ્ક્રિનિંગ કરાવ્યું હતું અને પત્રકારોને સંબોધનમાં કહ્યું હતું કે કેન્સરના સ્ક્રિનિંગથી આ મહારોગનો શરૂઆતનો તબક્કો શરૂ થયો છે કે નહીં એની તરત જ ખબર પડી જાય છે અને એ શરીરમાંથી કેન્સરને નાબૂદ કરવા માટેની યોગ્ય સારવાર લઈ શકાય છે. હું લોકોને કેન્સર સામેની જાગૃતિના ભાગરૂપે વાર્ષિક ધોરણે શારીરિક તપાસ કરાવવાની અપીલ કરું છું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.